________________
પંચસંગ્રહ-૨
ઉપશમશ્રેણિમાં ઉપશમ સમ્યગ્દષ્ટિને અનુક્રમે હાસ્યષટ્ક અને પુરુષવેદનો ઉપશમ થયા પછી ચૌદ અને તેર પ્રકૃતિઓ છમાં સંક્રમે છે. તથા પુરુષવેદ પતઙ્ગહમાંથી ઓછો ન થયો હોય ત્યાં સુધી સાતના પતગ્રહમાં વીસ પ્રકૃતિઓ અને તે દૂર થયા પછી છના પતર્દ્રહમાં વીસ પ્રકૃતિઓ સંક્રમે છે. ૨૧
૨૫૨
बावीसे गुणवीसे पन्नरसेक्कारसेसु छव्वीसा । संकमइ सत्तवीसा मिच्छे तह अविरयाईणं ॥२२॥
द्वाविंशतौ एकोनविंशतौ पञ्चदशसु एकादशसु षड्विंशतिः । संक्राति सप्तविंशतिः मिथ्यात्वे तथाऽविरतादीनाम् ॥२२॥
અર્થ—બાવીસ, ઓગણીસ, પંદર અને અગિયારના પતંગ્રહમાં છવ્વીસ અને સત્તાવીસ પ્રકૃતિઓ મિથ્યાત્વી અને અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિને સંક્રમે છે.
ટીકાનુ—મિથ્યદૃષ્ટિ તથા અવિરતાદિ-અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનકવાળાઓને અનુક્રમે બાવીસ, ઓગણીસ, પંદર, અને અગિયારમાં છવ્વીસ અને સત્તાવીસ પ્રકૃતિઓ સંક્રમે છે.
તેમાં મિથ્યાર્દષ્ટિને બાવીસમાં, અવિરતિ સમ્યગ્દષ્ટિને ઓગણીસમાં, દેશવિરતિને પંદરમાં અને સર્વવિરત-પ્રમત્ત અપ્રમત્તને અગિયારમાં છવ્વીસ અને સત્તાવીસ પ્રકૃતિઓ સંક્રમે છે. તેમાં પહેલે ગુણઠાણે સમ્યક્ત્વમોહનીયની ઉદ્ગલના થાય બાદ છવ્વીસ પ્રકૃતિઓ બાવીસમાં સંક્રમે છે. અને અવિરતાદિને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી આવલિકાની અંદર છવ્વીસ અને આવલિકા પછી સત્તાવીસ પ્રકૃતિઓ ઓગણીસ આદિ પતદ્મહમાં સંક્રમે છે. ૨૨ बावीसे गुणवीसे पन्नरसेक्कारसे य सत्ते य । तेवीसा सकमइ मिच्छाविरयाइयाण कमा ॥२३॥
द्वाविंशतावेकोनविंशतौ पञ्चदशसु च सप्तसु च । त्रयोविंशतिः संक्रामति मिथ्यादृष्ट्यविरतादीनां क्रमात् ॥२३॥ અર્થ—મિથ્યાદૃષ્ટિ અને અવિરતાદિને અનુક્રમે બાવીસ, ઓગણીસ, પંદ૨, અગિયાર અને સાતના પતર્દ્વાહમાં ત્રેવીસ પ્રકૃતિઓ સંક્રમે છે.
ટીકાનુ—મિથ્યાર્દષ્ટિ અને અવિરતિ આદિ-અવિરતિ, દેશવિરત, સંયત, અને અનિવૃત્તિ બાદરસંપરાયવર્તી આત્માઓને અનુક્રમે બાવીસ, ઓગણીસ, પંદ૨, અગિયાર, અને સાતના પતઙ્ગહમાં ત્રેવીસ પ્રકૃતિઓ સંક્રમે છે.
તેમાં અનંતાનુબંધિની વિસંયોજના કરી પહેલા ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા મિથ્યાદષ્ટિને એક આવલિકા પર્યંત ત્રેવીસ પ્રકૃતિઓ ચારિત્રમોહનીયની એકવીસ અને મિથ્યાત્વ એમ બાવીસના પતગ્રહમાં સંક્રમે છે. તથા અનંતાનુબંધિના વિસંયોજક ચોવીસની સત્તાવાળા ક્ષાપોયશમિક સમ્યગ્દષ્ટિ અવિરતિ, દેશવિરત અને સર્વવિરત આત્માઓને અનુક્રમે ઓગણીસ,