________________
૨૪૦
પંચસંગ્રહ-૨ ચાર, ત્રણ, બે, અને એક–એમ મોહનીયકર્મનાં દશ બંધસ્થાનકો છે.'
પતઘ્રહ સ્થાનો અઢાર છે, તે આ પ્રમાણે—એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, નવ, દશ, અગિયાર, તેર, ચૌદ, પંદર, સત્તર, અઢાર, ઓગણીસ, એકવીસ, અને બાવીસ. કહ્યું છે કે –“સોળ, બાર, આઠ, વીસ અને ત્રેવીસથી અઠ્ઠાવીસ સુધીના છ-કુલ દશ વર્જીને શેષ પ્રકૃતિઓના સમૂહરૂપ અઢાર પદ્મહસ્થાનો છે.'
તેમાં કયા પતઘ્રહમાં કઈ પ્રકૃતિઓ સંક્રમે છે તેનો વિચાર કરે છે–અઠ્ઠાવીસની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વ એ સમ્યક્ત અને મિશ્રમોહનીયનું પતગ્રહ હોવાથી તેના સિવાય શેષ સત્તાવીસ પ્રકૃતિઓ મિથ્યાત્વ, સોળકષાય, ત્રણ વેદમાંથી બંધાતો એક વેદ, બે યુગલમાંથી બંધાતું એક યુગલ, ભય, અને જુગુપ્સારૂપ બાવીસ પ્રકૃતિઓમાં સંક્રમે છે. સમ્યક્વમોહનીય ઉવેલે ત્યારે સત્તાવીસની સત્તાવાળા તે જ મિથ્યાષ્ટિને મિથ્યાત્વ એ મિશ્રમોહનીયનું પતગ્રહ હોવાથી તેના વિના શેષ છવ્વીસ પ્રકૃતિઓ પૂર્વોક્ત બાવીસમાં. સંક્રમે છે.
મિશ્રમોહનીય ઉવેલ ત્યારે છવ્વીસની સત્તાવાળા તે જ મિથ્યાષ્ટિને મિથ્યાત્વમોહનીયમાં કોઈપણ પ્રકૃતિ સંક્રમતી નહિ હોવાથી તે કોઈનું પતઘ્રહ નથી માટે પૂર્વોક્ત બાવીસમાંથી તેને દૂર કરતાં શેષ એકવીસ પ્રકૃતિના સમુદાયરૂપ પતઘ્રહમાં પચીસ પ્રકૃતિમાં સંક્રમે છે. અથવા છવ્વીસની સત્તાવાળા અનાદિ મિથ્યાષ્ટિને મિથ્યાત્વ કોઈપણ પ્રકૃતિમાં સંક્રમતું નથી તેમજ તેની અંદર કોઈ અન્ય પ્રકૃતિ સંક્રમતી નથી, માટે આધાર-આધેય ભાવ રહિત તે મિથ્યાત્વમોહનીયને દૂર કરતાં શેષ પચીસ પ્રકૃતિઓ એકવીસ પ્રકૃતિમાં સંક્રમે છે.
ચોવીસની સત્તાવાળો કોઈ સમ્યગ્દષ્ટિ પડીને મિથ્યાત્વે જાય, ત્યાં જો કે મિથ્યાત્વરૂપ હેતુ વડે અનંતાનુબંધિ કષાયને ફરી બાંધ છે તો પણ તે બંધાવલિકા પર્યત સંકલ કરણને અયોગ્ય હોવાથી સત્તામાં હોવા છતાં પણ તેને સંક્રમાવે નહિ, અને મિથ્યાત્વમોહનીય સમ્યક્ત અને મિશ્રમોહનીયનું પતઘ્રહ છે, માટે અનંતાનુબંધિ ચતુષ્ક અને મિથ્યાત્વમોહનીય વર્જીને શેષ ત્રેવીસ પ્રકૃતિઓ પૂર્વોક્ત બાવીસ પ્રકૃતિઓમાં સંક્રમાવે છે. આ રીતે મિથ્યાષ્ટિને બાવીસના પતંગ્રહમાં સત્તાવીસ, છવ્વીસ અને ત્રેવીસ પ્રકૃતિના સમૂહરૂપ ત્રણ સંક્રમસ્થાનકો સંક્રમે છે, અને એકવીસના પતંગ્રહમાં પચીસ પ્રવૃતિઓ સંક્રમે છે. શેષ સંક્રમસ્થાનો કે પતગ્રહસ્થાનો મિથ્યાદૃષ્ટિને સંભવતાં નથી.
સાસ્વાદન સમ્યગ્દષ્ટિને “બીજા ત્રીજા ગુણસ્થાનકવાળા દર્શનત્રિકને સંક્રમાવતા નથી” એવું શાસ્ત્રવચન હોવાથી દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓના સંક્રમનો અભાવ છે, માટે અહીં હમેશાં એકવીસના પતàહમાં પચીસ પ્રવૃતિઓ જ સંક્રમે છે.
સમ્યુગ્મિધ્યાદષ્ટિને પણ દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓના સંક્રમનો અભાવ છે માટે અઠ્ઠાવીસની સત્તાવાળા અગર સમ્યક્વમોહ વિના સત્તાવીસની સત્તાવાળા મિશ્રદૃષ્ટિને પચીસ પ્રકૃતિઓ અને અનંતાનુબંધિ રહિત ચોવીસની સત્તાવાળા મિશ્રદષ્ટિ એકવીસ પ્રકૃતિઓ બાર કષાય, પુરુષવેદ, ભય, જુગુપ્સા, અને બે યુગલમાંથી એક યુગલરૂપ બંધાતી સત્તર પ્રવૃતિઓમાં