________________
સંક્રમણકરણ
૨૩૧
. મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયના અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધીના આત્માઓ સંક્રમના સ્વામી સમજવા. ક્ષીણમોહાદિ ગુણઠાણે તેની સત્તાનો જ અભાવ હોવાથી સંક્રમનો અભાવ છે. મિશ્રમોહનીયનો મિથ્યાષ્ટિ પણ સંક્રમક છે. સાસાદન અને મિશ્રદષ્ટિ જીવો તો કોઈ પણ દર્શનમોહનીયનો કોઈ પણ પ્રકૃતિમાં સંક્રમ કરતા નથી. કહ્યું છે કે બીજા-ત્રીજા ગુણસ્થાનકવર્તી જીવો દર્શનત્રિકનો સંક્રમ કરતા નથી.' મિથ્યાદૃષ્ટિ તો મિથ્યાત્વમોહનીયને તે પતગ્રહ હોવાથી સ્વભાવે જ સંક્રમાવતો નથી. કહ્યું છે કે “જે દૃષ્ટિના ઉદયમાં વર્તે છે તે દૃષ્ટિને કોઈ જીવો સંક્રમાવતા નથી.” માટે મિશ્ર અને મિથ્યાત્વમોહનીયના સંક્રમના સ્વામી અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ કહ્યા છે.
સમ્યક્વમોહનીયના સંક્રમનો સ્વામી મિથ્યાદષ્ટિ આત્મા જ છે, અન્ય કોઈ નથી. કારણ કે સમ્યક્વમોહનીયને મિથ્યાત્વે વર્તમાન આત્મા જ સંક્રમાવે છે, પરંતુ સાસાદને કે મિશ્ર સંક્રમાવતો નથી, કેમકે બીજે-ત્રીજે ગુણઠાણે કોઈ દૃષ્ટિનો સંક્રમ થતો નથી, અને ચતુર્યાદિ ગુણસ્થાનકે વિશુદ્ધ પરિણામ છે માટે સમ્યક્વમોહનીયના સંક્રમના સ્વામી અવિશુદ્ધ મિથ્યાદૃષ્ટિ કહ્યા છે.
ઉચ્ચ ગોત્રના સંક્રમના સ્વામી સાસ્વાદન સુધીના જીવો છે. કારણ કે મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકવર્તી જીવો જ નીચ ગોત્રકર્મ બાંધે છે. જ્યાં સુધી અને જયારે નીચ ગોત્ર બંધાય ત્યાં સુધી અને ત્યારે જ ઉચ્ચ ગોત્રનો સંક્રમ થાય છે. બંધાતી પ્રકૃતિ પતગ્રહ છે અને પતથ્રહ સિવાય સંક્રમ થતો નથી. નીચ ગોત્ર બીજા ગુણઠાણા સુધી જ બંધાતું હોવાથી ત્યાં સુધી જ ઉચ્ચ ગોત્રનો સંક્રમ થાય છે. આગળ ઉપરના ગુણઠાણે એકલું ઉચ્ચ ગોત્ર બંધાતું હોવાથી નીચ ગોત્રનો જ સંક્રમ થાય છે. આ પ્રમાણે કઈ પ્રકૃતિનો ક્યાં સુધી સંક્રમ થાય તે કહ્યું અને સંક્રમ આશ્રયી સાઘાદિ ભંગની પ્રરૂપણા કરી. ૯ હવે પતગ્રહપણાને આશ્રયી સાદ્યાદિ પ્રરૂપણા કરવા ઇચ્છતા કહે છે
चउहा पडिग्गहत्तं धुवबंधिणं विहाय मिच्छत्तं । मिच्छाधुवबंधिणं साई अधुवा पडिग्गहया ॥१०॥
चतुर्धा प्रतिग्रहत्वं ध्रुवबन्धिनीनां विहाय मिथ्यात्वम् ।
मिथ्यात्वाध्रुवबन्धिनीनां साद्यधुवा पतद्ग्रहता ॥१०॥ અર્થ–મિથ્યાત્વ છોડીને શેષ ધ્રુવબંધિ પ્રવૃતિઓનું પતäહત્વ ચાર પ્રકારે છે. તથા મિથ્યાત્વ અને અધુવબંધિ પ્રવૃતિઓનું પદ્મહત્વ સાદિ અને સાંત છે.
1 ટીકાનું–મિથ્યાત્વમોહનીય છોડીને શેષ જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, કષાય સોળ, ભય, જુગુપ્સા, તૈજસ સપ્તક, વર્ણાદિ વસ, નિર્માણ, અગુરુલઘુ, ઉપઘાત, અને અંતરાય પંચક એમ સડસઠ ધ્રુવબંધિ પ્રવૃતિઓનું પતગ્રહપણું ચાર પ્રકારે છે. એટલે કે એ પ્રકૃતિઓ જે પતટ્ઠહરૂપે છે તે સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર ભાંગે છે.