________________
સંક્રમણકરણ
૨૨૯
પ્રકૃતિના બંધનો વિરચ્છેદ થાય બાદ સંક્રમ થતો નથી, ત્યારપછી સંક્રમના વિષયભૂત પ્રકૃતિઓનો પોતપોતાના બંધહેતુ મળવાથી ફરી બંધ થાય ત્યારે સંક્રમ થાય છે માટે સાદિ, બંધવ્યવચ્છેદ સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ કાળથી સંક્રમ થાય છે માટે અનાદિ, અભવ્યને કોઈ કાળે બંધવિચ્છેદ નહિ થાય માટે અનંત, અને ભવ્યને કાલાંતરે બંધવિચ્છેદનો સંભવ હોવાથી સાંત સંક્રમ હોય છે.
મિથ્યાત્વમોહનીય, નીચ ગોત્ર, સાત-અસાતવેદનીયનો સંક્રમ સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે–મિથ્યાત્વમોહનીયનો સંક્રમ વિશુદ્ધ સમ્યગ્દષ્ટિને થાય છે. અને વિશુદ્ધ સમ્યગ્દષ્ટિપણું કાદાચિત્ક–અમુક કાળે જ હોય છે, અનાદિ કાળથી હોતું નથી, તેથી જ્યારે ઉપશમ કે ક્ષયોપશમ સમ્યક્ત પ્રાપ્ત થાય ત્યારે મિથ્યાત્વમોહનીયનો સંક્રમ થાય માટે સાદિ, અને ત્યારપછી ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત થાય અથવા પડીને મિથ્યાત્વે જાય ત્યારે સંક્રમનો અંત થાય માટે સાંત. આ રીતે મિથ્યાત્વનો સંક્રમ સાદિ, સાત્ત ભાંગે જ છે.
સાત-સાતવેદનીય અને ઉચ્ચ-નીચ ગોત્ર એ પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી જ તેઓનો સંક્રમ સાદિ-સાંત ભાંગે છે. તે આ પ્રમાણે સાતવેદનીય જયારે બંધાય ત્યારે અસાતાનો સંક્રમ થાય, અને અસાતા જયારે બંધાતી હોય ત્યારે સાતાનો સંક્રમ થાય. એ પ્રમાણે ઉચ્ચ ગોત્ર બંધાય ત્યારે નીચ ગોત્રનો સંક્રમ થાય, નીચ ગોત્ર જ્યારે બંધાય ત્યારે ઉચ્ચ ગોત્રનો સંક્રમ થાય. બંધાતી પ્રકૃતિ પતઘ્રહ છે અને નહિ બંધાતી સંક્રમ્સમાણ છે. આ રીતે એ પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી તેઓનો સંક્રમ સાદિ અને સાંત ભાંગે છે.
અદ્ભવસત્કર્મ પ્રકૃતિઓનો બંધની જેમ સંક્રમ પણ સાદિ-સાંત સમજવો. કારણ કે તેઓની સત્તા જ અધ્રુવ છે. સત્તા હોય ત્યારે સંક્રમ થાય, ન હોય ત્યારે ન થાય. ૮.
ઉપરોક્ત ગાથામાં સંક્રમ ઉપર જે ભાંગા કહ્યા તે બરાબર છે. હવે આપ કહો કે કઈ પ્રકૃતિનો સંક્રમ ક્યાં સુધી થાય? જેથી કરીને ત્યાંથી આગળ ન થાય અને પડે ત્યારે ફરી થાય એટલે સંક્રમની સાદિ થાય એ સમજી શકાય? આચાર્ય મહારાજ તેનો ઉત્તર આપતાં કહે છે
साअणजसदुविहकसायसेसदोदंसणाण जइपुव्वा । संकामगंत कमसो सम्मुच्चाणं पढमदुइया ॥९॥ सातानन्तानुबन्धियशः द्विविधकषायशेषद्विदर्शनानां यतिपूर्वाः ।
संक्रामकान्ताः क्रमशः सम्यक्त्वोच्चयोः प्रथमद्वितीयाः ॥९॥
અર્થ–સાતવેદનીય, અનન્તાનુબંધી, યશકીર્તિ, કષાય અને નોકષાય એમ બે પ્રકારના કષાય, શેષ કર્મપ્રકૃતિઓ, અને મિથ્યાત્વ તથા મિશ્ર એમ બે દર્શનમોહનીય એ પ્રકૃતિઓના સંક્રમ કરનારાઓમાં અનુક્રમે પ્રમત્તસંયતાદિ ગુણસ્થાનકવર્તી જીવો પર્યવસાનરૂપે સમજવા. તથા સમ્યક્વમોહનીય અને ઉચ્ચ ગોત્રના અનુક્રમે પહેલા અને બીજા ગુણસ્થાનકવર્તી જીવો પર્યવસાનભૂત સમજવા.
ટીકાનુ–સાતવેદનીય, અનંતાબંધી યશકીર્તિ, અનંતાનુબંધી સિવાય બાર કષાય અને નોકષાય એમ બે પ્રકારના કષાય, શેષ કર્મપ્રકૃતિ, અને સમ્યક્વમોહનીય તથા મિશ્રમોહનીય એ