________________
સંક્રમણકરણ
૨૨૭
થઈ શકે છે. ઉક્ત પ્રકૃતિ સિવાય શેષ પ્રકૃતિઓનો અંતરકરણ કર્યા પછી કે પહેલા ક્રમપૂર્વક અથવા ક્રમ સિવાય સંક્રમ થાય છે એમ સમજવું. પ. હવે પતંગ્રહમાં અપવાદ કહે છે
मिच्छे खविए मीसस्स नत्थि उभएवि नत्थि सम्मस्स । उव्वलिएसुं दोसुं पडिग्गहया नत्थि मिच्छसि ॥६॥ मिथ्यात्वे क्षपिते मिश्रस्य नास्ति उभयेऽपि नास्ति सम्यक्त्वस्य ।
उद्वलितयोद्वयोः पतद्ग्रहता नास्ति मिथ्यात्वस्य ॥६॥
અર્થમિથ્યાત્વમોહનીયનો ક્ષય થયે છતે મિશ્રમોહનીય પતટ્ઠહરૂપે રહેતી નથી. મિથ્યાત્વ અને મિશ્ર બંનેનો ક્ષય થયા બાદ સમ્યક્વમોહનીય પતંગ્રહ થતી નથી. અને સમ્યક્વમોહનીય તથા મિશ્રમોહનીયની ઉદ્ધલના થયે છતે મિથ્યાત્વ મોહનીય પતáહરૂપે રહેતું નથી.
ટીકાનુ–સાયિક સમ્યક્ત ઉપાર્જન કરતાં મિથ્યાત્વ મોહનીયનો ક્ષય થયા પછી મિશ્રમોહનીય પતટ્ઠહ રૂપે રહેતું નથી એટલે કે મિશ્ર મોહનીયમાં કોઈપણ અન્ય પ્રકૃતિનું દલિક સંક્રમતું નથી, કારણ કે મિશ્ર મોહનીયમાં માત્ર મિથ્યાત્વ મોહનીયનું જ દલિક સંક્રમે છે, અન્ય કોઈપણ પ્રકૃતિનું સંક્રમતું નથી. તેનો તો ક્ષય થયો એટલે મિશ્રમોહનીયની પતટ્ઠહતા પણ નષ્ટ થઈ.
મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય બંનેનો ક્ષય થયા બાદ સમ્યક્ત મોહનીયની પતટ્ઠહતા દૂર થાય છે. કારણ કે સમ્યક્વમોહનીયમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો જ સંક્રમ થાય છે. તે બંનેનો તો ક્ષય થયો, એટલે અન્ય કોઈ પણ પ્રકૃતિના સંક્રમનો અસંભવ હોવાથી સમ્યક્વમોહનીય પણ પતÆહ રૂપે રહેતું નથી.
• મિથ્યાત્વગુણસ્થાનકે સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્ધલના થયા પછી મિત્યાત્વમોહનીય પતગ્રહ થતું નથી. કારણ કે પહેલે ગુણસ્થાનકે મિથ્યાત્વમોહનીયમાં મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયનો જ સંક્રમ થાય છે. ચારિત્ર મોહનીયની કોઈ પણ પ્રકૃતિનો સંક્રમ થતો નથી. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી એ પહેલાં કહી ગયા છે. અને સભ્યત્વ તથા મિશ્રમોહનીયની તો ઉકલના થઈ એટલે અન્ય કોઈ પણ પ્રકૃતિના સંક્રમનો અભાવ હોવાથી મિથ્યાત્વ મોહનીયની પતટ્ઠહતા નષ્ટ થાય છે. ૬. હવે શ્રેણિમાં પતઘ્રહ સંબંધે અપવાદ કહે છે –
दुसुतिसु आवलियासु समयविहीणासु आइमठिईए । सेसासुं पुंसंजलणयाण न भवे पडिग्गहया ॥७॥ द्वयोस्तिसृष्वावलिकासु समयविहीनासु आदिमस्थितेः । शेषासु पुंसंज्वलनानां न भवेत् पतद्ग्रहता ॥७॥