________________
૨૧૦
પંચસંગ્રહ-૨
માનને સમગ્ર મોહનીયનો કંઈક ન્યૂન ત્રીજો ભાગ મળતો હોવાથી સંજવલન માન કરતાં પુરુષવેદનું દલિક વિશેષાધિક કહેલ છે.
અહીં માનનો બંધવિચ્છેદ થાય બાદ ચોથા ભાગે માયાને પણ સમગ્ર મોહનીયને મળેલ દલિકનો કંઈક ન્યૂન અર્ધ ભાગ મળે છે છતાં નોકષાય કરતાં કષાય મોહનીયને કંઈક વિશેષાધિક ભાગ પ્રાપ્ત થતો હોવાથી પુરુષવેદ કરતાં સંજવલન માયાનું દલિક અસંખ્યાતમા ભાગ અધિક રૂપ વિશેષાધિક બતાવેલ છે.
પ્રશ્ન–૧૬. અનુભાગબંધસ્થાન એટલે શું?
ઉત્તર–એક જ જીવે એક સમયે ગ્રહણ કરેલ સર્વ કર્મ પરમાણુઓના રસ સ્પદ્ધકોનો સમૂહ તે એક અનુભાગબંધસ્થાન કહેવામાં આવે છે.
પ્રશ્ન–૧૭. ષસ્થાનોમાં અનંતભાગાધિક છ પ્રકારની વૃદ્ધિઓમાં ભાગાકાર તથા ગુણાકાર કયો લેવો ?
અનંતભાગ અને અનંતગુણમાં સર્વજીવરાશિ પ્રમાણ અનંત સંખ્યા, અસંખ્યાત ભાગ તથા અસંખ્યાતગુણમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાત સંખ્યા અને સંખ્યાતભાગ તથા સંખ્યાતગુણમાં ઉત્કૃષ્ટ સંખ્યા પ્રમાણ ભાગાકાર તથા ગુણાકાર સમજવો.
પ્રશ્ન–૧૮. પ્રથમ સ્થાનમાંના પ્રથમ અનંતગુણ વૃદ્ધ સ્થાનની પહેલાંનાં બધાં સ્થાનોમાં સ્પદ્ધકો સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ જ હોવાથી તેને સર્વજીવરાશિથી કેવી રીતે ભાગી શકાય? કેમ કે તે સંખ્યા ભાજક સંખ્યાની અપેક્ષાએ ઘણી જ નાની છે.
ઉત્તર– પ્રથમ ષસ્થાનમાંના અનંતગણ વૃદ્ધના પ્રથમ સ્થાન સુધીમાં જ અલ્પ સંખ્યા હોવાથી ભાગી શકાય નહીં પરંતુ ત્યારપછીનાં તમામ સ્થાનોમાં, શેષ સર્વ ષસ્થાનોમાં તેમજ સંયમણિ વગેરેનાં સ્થાનોમાં સર્વ જીવરાશિ પ્રમાણ સંખ્યા હોવાથી તેને સર્વ જીવરાશિથી ભાગી શકાય છે એમ બહુલતાની અપેક્ષાએ ઘટતું હોવાથી એ પ્રમાણે બતાવવામાં કોઈ વિરોધ લાગતો નથી.
પ્રશ્ન–૧૯. અસત્કલ્પનાએ કંડકની સંખ્યા ૪ કંધેલ હોવાથી અધઃસ્થાન પ્રરૂપણામાં ચતુરન્તરિત માર્ગણામાં અનંત ભાગ વૃદ્ધ અનુભાગ બંધસ્થાનો આઠ કંડક વર્ગ વર્ગ, છ કંડક ઘન ચાર કંડકવર્ગ અને એક કંડક પ્રમાણ કહ્યા છે તે બરાબર છે, પરંતુ વાસ્તવિક રીતે પણ તેટલા જ આવે કે વધારે ?
ઉત્તર–આઠ કંડક વર્ગ વર્ગ વગેરે સંખ્યા અકલ્પનાએ બરાબર છે. પરંતુ વાસ્તવિક રીતે તો ચાર અધિક કંડક પ્રમાણ કંડકવર્ગ વર્ગવર્ગ, છ કંડકઘન, ચાર કંડક વર્ગ અને એક કંડક પ્રમાણ છે એમ કર્મપ્રકૃતિની ટીકામાં પૂજય શ્રી ઉપાધ્યાયજી મહારાજ સાહેબે જણાવેલ છે.
પ્રશ્ન-૨૦. સ્થિતિબંધ તથા રસબંધ કષાયજનિત આત્મ પરિણામથી થાય છે અને તેને જ અધ્યવસાયો કહેવામાં આવે છે, તો પછી સ્થિતિબંધના કારણભૂત એક એક કષાયોદયમાં અનેક જીવોની અપેક્ષાએ રસબંધના કારણભૂત અધ્યવસાયો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ કેવી રીતે ઘટી શકે ?