________________
બંધનકરણ સારસંગ્રહ
૨૦૩
ત્રિસ્થાનિક યવમધ્યથી નીચેનાં સ્થિતિસ્થાનો ૧૦૬૪૮૦૩ (દશ લાખ, ચોસઠ હજાર, આઠસો ત્રણ)થી ૩૨૦૩૨૦૨ (બત્રીસ લાખ, ત્રણ હજાર, બસો બે) સુધીના કુલ ૨૧૩૮૪૦૦ (એકવીસ લાખ, આડત્રીસ હજાર, ચારસો) હોવાથી સંખ્યાતગુણ છે.
તેથી (૧૫) તે જ ત્રિસ્થાનિક યવમધ્યથી ઉપરનાં સ્થિતિસ્થાનો ૩૨૦૩૨૦૪ (બત્રીસ લાખ, ત્રણ હજાર, બસો ચાર)થી ૯૬૧૮૪૦૩ (છ— લાખ, અઢાર હજાર, ચારસો ત્રણ) સુધીના કુલ ૬૪૧૫૨૦૦ (ચોસઠ લાખ, પંદર હજાર, બસો) હોવાથી સંખ્યાતગુણ છે. તેથી (૧૬) અસાતવેદનીયના ચતુઃસ્થાનિક યવમધ્યથી નીચેનાં સ્થિતિસ્થાનો ૯૬૧૮૪૦૪ (છ— લાખ, અઢાર હજાર, ચારસો ચાર)થી ૨,૮૮,૬૪,૦૦૩ (બે ક્રોડ, ઈક્યાસી લાખ, ચોસઠ હજાર, ત્રણ) સુધીનાં કુલ ૧,૯૨,૪૫,૬૦૦ (એક ક્રોડ, બાણ લાખ, પિસ્તાળીસ હજાર, છસો) હોવાથી સંખ્યાતગુણ છે. તેના કરતાં (૧૭) એ જ ચતુઃસ્થાનિક યવમધ્યથી ઉપરની અપવર્તના ડાયસ્થિતિ ૫,૭૭,૩૬,૮૦૦ (પાંચ ક્રોડ, સિત્યોતેર લાખ, છત્રીસ હજાર, આઠસો) સમય પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે.
તેનાથી પણ (૧૮) અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ ૧૭,૩૨,૧૦,૪૦૦ (સત્તર ક્રોડ, બત્રીસ લાખ, દશ હજાર, ચારસો) સમય પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તે થકી (૧૯) સાતાર્વેદનીયના ક્રિસ્થાનિક યવમધ્યથી ઉપરનાં મિશ્ર સ્થિતિસ્થાનોની ઉપરના એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો ૧૩૧૨૩ (તેર હજાર, એકસો ટોવીસ)થી ૨૦00000000 (બે અબજ) સુધીનાં કુલ ૧,૯૯,૯૯,૮૬,૮૭૮ (એક અબજ, નવ્વાણ ક્રિોડ, નવ્વાણ લાખ, છક્યાસી હજાર, આઠસો ઈઠ્યોતેર) હોવાથી સંખ્યાતગુણ છે. તેનાથી (૨૦) સાતવેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પરિપૂર્ણ ૨૦00000000 (બે અબજ) સમય પ્રમાણ હોવાથી વિશેષાધિક છે.
તેથી (૨૧) ચતુઃસ્થાનિક યવમધ્યથી ઉપરની બદ્ધ ડાયસ્થિતિ ૫,૭૭,૩૬,૮૦૧ (પાંચ ક્રોડ, સિત્યોતેર લાખ, છત્રીસ હજાર, આઠસો એક)થી ૪૦૦૦૦૦૦૦૦૦ (ચાર અબજ) સુધીના કુલ ૩,૯૪, ૨૨,૬૩,૨૦૦ (ત્રણ અબજ, ચોરાણુ ક્રોડ, બાવીસ લાખ, ત્રેસઠ હજાર, બસો) સમય પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. અને તેથી પણ (૨૨) અસાતવેદનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પરિપૂર્ણ ૪000000000 (ચાર અબજ) સમય પ્રમાણ હોવાથી વિશેષાધિક છે.
એ જ પ્રમાણે શેષ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓ અને શેષ પરાવર્તમાન અશુભ પ્રકૃતિનાં સ્થિતિસ્થાનોનું અલ્પ-બહત્વ સમજી લેવું.
હવે પરાવર્તમાન શુભ અને અશુભ પ્રકૃતિઓના વિસ્થાનિકાદિ રસને બાંધનારા જીવોનું અલ્પ-બહત્વ આ પ્રમાણે છે.
પરાવર્તમાન શુભ પ્રકૃતિઓના ચતુઃસ્થાનિક રસબંધ કરનારા જીવો અલ્પ છે, તે થકી ત્રિસ્થાનિક અને દ્વિસ્થાનિક રસબંધ કરનારા જીવો ક્રમશઃ સંખ્યાતગુણ છે. તેથી પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓના ક્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક રસબંધ કરનારા જીવો ક્રમશઃ સંખ્યાતગુણ છે, અને તેથી પણ ત્રિસ્થાનિક રસબંધ કરનારા જીવો વિશેષાધિક છે.