________________
२२
આ રીતે કર્મપ્રકૃતિ તેમજ અન્ય ગ્રંથોનું સુંદર સંપાદન થાય તો કર્મશાસ્ત્રના અભ્યાસકોને વિશેષ સુગમતા થાય તે માટે પ્રયત્નો કરવા સંપાદકશ્રીને મારી નમ્ર વિનંતિ છે.
મહેસાણા સંસ્થા આવા શ્રેષ્ઠ ગ્રંથોનું અધ્યાપન કરાવી પૂર્વકાલીન મહર્ષિઓની વફાદારી અને પરંપરા સાચવી રાખે છે. જૈન સંઘ આ સંસ્થાના વિકાસ માટે પ્રયત્નશીલ રહે એવી આશા રાખું છું.
અંતમાં અભ્યાસક વર્ગ આ ગ્રંથનો સારી રીતે ઉપયોગ કરી સંપાદકશ્રીના પ્રયત્નને વિશેષ સાર્થક કરી સ્વ-પર કલ્યાણ સાધે એવી અંતઃકરણથી આશા રાખું છું.
સંપાદક મહાશય દ્વારા આવા શ્રેષ્ઠ ગ્રંથોનું સંપાદન સુંદર રીતે થાય તે માટે શાસનદેવને પ્રાર્થના કરું છું.
લિ. સાહિત્યશાસ્ત્રી ઠે. ગોડીજીની શેરી, પરામાં
માણેકલાલ હરગોવનંદાસ સોનેથા રાધનપુર
પ્રાધ્યાપક સં ૨૦૩૧ મહાસુદ ૫
શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી જૈન તા. ૧૬-૨-૭૫.
સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા, રાધનપુર (બ. કાં.)
જરૂર વાંચો વ્યાકરણકારોએ નYI[ શબ્દની વ્યુત્પત્તિ કરતાં ખૂબ જ સંક્ષેપમાં તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાવ્યું છે કે
कुटिलं गच्छतीति = जगत् જે કુટિલ વક્રપણે ગતિશીલ હોય તે જગત
જગની વક્રતા કઈ રીતે છે તેમજ એ વક્રતાથી છૂટવા માટે કેવા પ્રયત્નો જરૂરી છે તે જાણવા માટે પંચસંગ્રહ ભા૧-૨નું મનનપૂર્વકનું વાંચન ખૂબ જ ઉપયોગી બનશે.
કેમકે જગતની વક્રતામાં કર્મ, કર્મના ભેદો, કર્મબંધનાં કારણો, કર્મબંધના પ્રકારો, આઠ કરણો, તેમજ ઉદય, સત્તા આદિ કેવી રીતે કારણ બને છે, તેમજ તેનાથી છૂટવા માટે આત્મશક્તિનો ક્રમિક વિકાસ કરી યાવત્ ક્ષપક શ્રેણિથી કર્મબંધ આદિનો સર્વનાશ શી રીતે થાય છે તેનું હળવી ભાષામાં, ખૂબ સુંદર રીતે આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવ્યું છે જેનો સામાન્ય ખ્યાલ “સંપાદકીય વક્તવ્યમાંથી પણ મળી રહે છે.