________________
૧૯૨
પંચસંગ્રહ-૨
ત્યાં સ્થિતિસ્થાન, નિષેક પ્રરૂપણા, અબાધા કંડક પ્રરૂપણા અને અલ્પ-બહુત્વ પ્રરૂપણા એમ ચાર અનુયોગ દ્વારો છે.
તેમાં પ્રથમ ત્રણ અનુયોગ દ્વારનું સ્વરૂપ આ જ ગ્રંથના પ્રથમ ભાગના પંચમ-દ્વારમાં આવી ગયેલ હોવાથી પુનઃ ન બતાવતાં ફક્ત જુદા જુદા જીવો આશ્રયી છત્રીસ બોલપૂર્વક સ્થિતબંધનું અલ્પ-બહુત્વ બતાવવામાં આવે છે.
(૧) સૂક્ષ્મ સંપરાયવર્તી યતિનો જઘન્ય સ્થિતિબંધ સર્વથી અલ્પ અને તે માત્ર વેદનીયની અપેક્ષાએ બાર મુહૂર્ત, નામ અને ગોત્રની અપેક્ષાએ આઠ મુહૂર્ત અને શેષ કર્મોની અપેક્ષાએ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. તે થકી (૨) પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ બે સપ્તમાંશ સાગરોપમાદિ પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ. તેનાથી (૩) પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક. તે થકી (૪) બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય અને (૫) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ ક્રમશઃ વિશેષાધિક છે. તેથી (૯) સૂક્ષ્મ અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ. (૭) બાદર અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ. (૮) સૂક્ષ્મ પર્યાપ્તનો ઉત્કૃષ્ટ તથા (૯) બાદર પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્રમશઃ એક એકથી વિશેષાધિક છે.
બાદર પર્યાપ્ત એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી (૧૦) બેઇન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણ છે. કારણ કે એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી બેઈન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ કાંઈક ન્યૂન પચીસ ગુણો છે. તે થકી (૧૧) અપર્યાપ્ત બેઇન્દ્રિયનો જઘન્ય. (૧૨) અપર્યાપ્તા બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ. અને (૧૩) પર્યાપ્તા બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્રમશઃ એક એકથી વિશેષાધિક છે.
તેના કરતાં (૧૪) પર્યાપ્ત તે ઇન્દ્રિયનો જઘન્ય. (૧૫) અપર્યાપ્ત તૈઇન્દ્રિયનો જઘન્ય. (૧૬-૧૭) અપર્યાપ્ત તથા પર્યાપ્ત તે ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ. (૧૮-૧૯) પર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુરિન્દ્રિયનો જઘન્ય. અને (૨૦-૨૧) અપર્યાપ્ત તથા પર્યાપ્ત ચતુરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્રમશઃ એક-એકથી વિશેષાધિક છે.
તેના કરતાં (૨૨) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાત ગુણ છે. કારણ કે પર્યાપ્ત ચતુરિન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ કાંઈક ન્યૂન દશ ગુણો છે. તેથી (૨૩) અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો જઘન્ય, (૨૪-૨૫) અપર્યાપ્ત તથા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્રમશઃ વિશેષાધિક છે.
અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી (૨૬) મિથ્યાત્વાભિમુખ પ્રમત્ત સંયતનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તે થકી (૨૭-૨૮) દેશવિરતિનો જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યાતગુણ. તે કરતાં (૨૯) પર્યાપ્ત અવિરતિ સમ્યગ્દષ્ટિનો અને (૩૦) અપર્યાપ્ત અવિરતિ સમ્યગ્દષ્ટિનો જઘન્ય અને તે જ (૩૧-૩૨) અપર્યાપ્ત તથા પર્યાપ્ત અવિરતિ સમ્યગ્દષ્ટિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્રમશઃ સંખ્યાત ગુણ છે. તેનાથી (૩૩) પર્યાપ્ત મિથ્યાષ્ટિ સંજ્ઞી તથા (૩૪) અપર્યાપ્ત મિથ્યાદષ્ટિ સંજ્ઞીનો જઘન્ય અને તે થકી (૩૫) અપર્યાપ્ત મિથ્યાદેષ્ટિ સંજ્ઞીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્રમશઃ સંખ્યાત ગુણ છે અને તેથી પણ