________________
૧૮૮
પંચસંગ્રહ-૨ એમ જ્યાં સુધી સાતવેદનીયની અનુકૃષ્ટિ સંભવે છે ત્યાં સુધી નીચે નીચેના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉપરના એક એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોવાથી સાતવેદનીયના નીચેના ચરમ કંડકથી પૂર્વના કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. ચરમ કંડક પ્રમાણ ચરમ સ્થિતિસ્થાનોનો જે ઉત્કૃષ્ટ રસ હજુ બાકી છે તે આ પ્રમાણે-ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી તે જ ચરમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી તે જ. કંડકના નીચેના બીજા, ત્રીજા, ચોથા, યાવત્ જઘન્ય સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે. એ જ પ્રમાણે ઉચ્ચ ગોત્ર વગેરે શેષ પરાવર્તમાન શુભ પ્રકૃતિઓની તીવ્ર-મંદતા જાણવી.
તિર્યચઢિકના જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં જે જઘન્ય રસ હોય છે, તે અલ્પ છે. તે થકી સમયાધિક જઘન્ય સ્થિતિબંધ સ્થાનમાં અનંતગુણ, તે થકી બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ સ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, એમ શરૂઆતના કંડક પ્રમાણ સ્થિતિઓનો નીચે નીચેના પૂર્વપૂર્વના સ્થિતિસ્થાનથી ઉપર ઉપરના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ ક્રમશઃ અનંતગુણ હોય છે.
આ પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી જઘન્ય સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે થકી કંડકની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ રસ, તે થકી કંડકની ઉપરના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે.
એમ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનથી નીચેના અર્થાત્ જ્યાંથી આક્રાંત સ્થિતિઓ શરૂ થાય છે તેની નીચેના સ્થિતિસ્થાન સુધી ઉપર એક એક સ્થિતિસ્થાનનો જધન્ય અને નીચે એક એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે.
આક્રાંત સ્થિતિઓની નીચેનાં એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોનો ઉત્કૃષ્ટ રસ બાકી છે એ યાદ રાખવું.
આ આક્રાંત સ્થિતિઓની નીચેના સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આક્રાંત સ્થિતિઓમાંના પ્રથમ સ્થિતિસ્થાનનો અર્થાત્ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે, તે સ્થિતિસ્થાનથી આક્રાંત સ્થિતિઓમાંના ઉપરના અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાન સુધીનાં દરેક સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ તેટલો જ અર્થાત્ તેની સમાન જ હોય છે.
આક્રાંત સ્થિતિઓમાંના ઉપરના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી તેની ઉપરના પ્રથમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી તે જ કંડકના બીજા, ત્રીજા, ચોથા યાવતુ સંખ્યાતા ભાગો પ્રમાણ સ્થિતિસ્થાનો પૂર્ણ થાય અને એક સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો બાકી રહે ત્યાં સુધી પૂર્વ-પૂર્વના નીચે-નીચેના સ્થિતિસ્થાનથી ઉપર-ઉપરના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ ક્રમશઃ અનંતગુણ હોય છે.
આ કંડકના સંખ્યાતા ભાગો પ્રમાણ સ્થિતિસ્થાનોમાંના ઉપરના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આક્રાંત સ્થિતિઓની નીચે અર્થાત અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધની નીચે જે