________________
પંચસંગ્રહ-૨
સ્થિતિસ્થાનોનો જઘન્ય રસ પૂર્ણ થાય, માત્ર પંદર કોડાકોડી સાગરોપમ ઉપરના આ પ્રથમ કંડકનો ઉત્કૃષ્ટ રસ બાકી રહે છે.
તેથી આ કંડકના ઉપરના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આ જ કંડકના શરૂઆતના નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી તે કંડકની ઉપરના બીજા કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી આક્રાંત સ્થિતિઓ ઉપરના પ્રથમ કંડકના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ, કરતાં બીજા કંડકના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ, તે થકી આક્રાંત સ્થિતિ ઉપરના પ્રથમ કંડકના શરૂઆતના ત્રીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે.
૧૮૬
એમ અસાતાવેદનીયના ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી ઉપ૨ના એક-એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને નીચેના એક-એક સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ અનંતગુણ હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિના ચરમ કંડકની પૂર્વના કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ ૨સથી ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂપ અર્થાત્ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી તે જ ચરમ કંડકના શરૂઆતના પહેલા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તેનાથી તે જ કંડકના બીજા, ત્રીજા, ચોથા યાવત્ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ચરમ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનમાં ઉત્કૃષ્ટ રસ અનુક્રમે એક-એક અનંતગુણ હોય છે.
એ જ પ્રમાણે દરેક પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓની તીવ્ર-મંદતા જાણવી. પરંતુ સૂક્ષ્મત્રિક વગેરે ચૌદ પ્રકૃતિઓમાં પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી તે અને અન્ય અધ્યવસાયો જતા હોવાથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિસ્થાનોમાં જઘન્ય રસ તેટલો જ = સમાન હોય છે અને આક્રાંત સ્થિતિઓના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસ કરતાં પોતપોતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સ્થાનથી આરંભી આક્રાંત સ્થિતિઓના પોતપોતાના સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધીનાં દરેક સ્થિતિસ્થાનોમાં ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે આટલી વિશેષતા છે.
સાતાવેદનીયના સર્વોત્કૃષ્ટ પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણના સ્થિતિબંધ સ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે. સમયોન ઉત્કૃષ્ટ, બે સમયોન ઉત્કૃષ્ટ, ત્રણ સમયોન ઉત્કૃષ્ટ એમ એક એક ઊતરતાં આક્રાંત સ્થિતિઓના નીચેના ચરમ સ્થિતિસ્થાન સુધી દરેક સ્થિતિબંધ સ્થાનોમાં જઘન્ય રસ તેટલો જ અર્થાત્ સમાન હોય છે.
આક્રાંત સ્થિતિસંબંધી ચરમ સ્થિતિના જઘન્ય રસથી તેની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય ૨સ અનંતગુણ હોય છે. તે થકી તેની નીચેના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. એ જ પ્રમાણે નીચે નીચે ત્રીજા, ચોથા, પાંચમા વગેરે આક્રાંત સ્થિતિની નીચેના પ્રથમ કંડકના સંખ્યાતમા ભાગોનાં સ્થિતિસ્થાનો પૂર્ણ થાય ત્યાં સુધી દરેક સ્થિતિ સ્થાનમાં પૂર્વ-પૂર્વના ઉપરના સ્થિતિસ્થાનથી ઉત્તરોત્તર નીચે નીચેના સ્થિતિસ્થાનમાં જઘન્ય રસ ક્રમશઃ અનંતગુણ હોય છે.