________________
પંચસંગ્રહ-૨
સ્થિતિસ્થાન સુધી પછી-પછીના સ્થિતિબંધ સ્થાનમાં ૨સબંધના અધ્યવસાયો તથાસ્વભાવે અસંખ્યાતગુણ જ હોય છે, તેથી અહીં પરંપરોપનિધા સંભવતી નથી.
૧૭૮
હવે રસની તીવ્ર-મંદતા સમજવા માટે પ્રથમ અનુભાગબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ બતાવે છે.
અનુકૃષ્ટિ એટલે પહેલા-પહેલાનાં સ્થિતિસ્થાનોમાં રહેલ રસબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનોનું ઉ૫૨-ઉપરનાં સ્થિતિસ્થાનોમાં ખેંચાવું, અર્થાત્ જવું.
ત્યાં અમુક અમુક પ્રકૃતિઓની અનુકૃષ્ટિ એક સમાન હોવાથી પ્રકૃતિઓના ચાર વર્ગો પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણે—
મતિજ્ઞાનાવરણીય વગેરે પિસ્તાળીસ ઘાતી, અશુભવર્ણાદિ નવ અને ઉપઘાત આ પંચાવન પ્રકૃતિઓનો અપરાવર્તનમાન અશુભ વર્ગ છે.
પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, પાંચ શરીર, પંદર બંધન, પાંચ સંઘાતન, ત્રણ અંગોપાંગ, અગુરુલઘુ, નિર્માણ શુભવર્ણાદિ અને તીર્થંકર નામકર્મ, આ છેંતાળીસ પ્રકૃતિઓનો અપરાવર્તમાન શુભ વર્ગ છે.
સાતાવેદનીય, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, સ્થિરષટ્ક, શુભ વિહાયોગતિ મનુષ્યદ્ધિક, દેવદ્વિક, પંચેન્દ્રિય જાતિ અને ઉચ્ચ ગોત્ર આ સોળ પ્રકૃતિઓનો પરાવર્તમાન શુભ છે.
અસાતાવેદનીય, નરકદ્વિક, પ્રથમની ચાર જાતિ, અશુભ વિહાયોગતિ, અંતિમ પાંચ સંઘયણ, અંતિમ પાંચ સંસ્થાન અને સ્થાવર દશક આ અઠ્ઠાવીસ પ્રકૃતિઓનો પરાવર્તમાન અશુભ વર્ગ છે.
લગભગ બધી પ્રકૃતિઓની અભવ્ય જીવને ગ્રંથિ-દેશ પાસે જે જઘન્ય સ્થિતિબંધ થાય છે ત્યાંથી શરૂ કરી પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી અનુકૃષ્ટિ બતાવવામાં આવી છે. તિર્યંચદ્વિક, અને નીચ ગોત્ર આ ત્રણ પ્રકૃતિઓની અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિથી નીચેનાં સ્થિતિસ્થાનોમાં પણ અનુકૃષ્ટિ વ્યવસ્થિત હોવાથી બતાવવામાં આવેલ છે અને તેથી જ આ ત્રણ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભ વર્ગની હોવા છતાં તેમાં ન ગણતાં અલગ પાડી ભિન્ન રીતે અનુસૃષ્ટિ બતાવવામાં આવી છે.
ટીકામાં આ ત્રણ સિવાયની શેષ સર્વ પ્રકૃતિઓની અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનથી જ અનુકૃષ્ટિ બતાવવામાં આવી છે. પરંતુ સાતા-અસાતા, સ્થિર-અસ્થિર, શુભઅશુભ અને યશઃ-અયશઃ આ આઠ પ્રકૃતિઓના જઘન્ય રસબંધના સ્વામી આ જ ગ્રંથના પાંચમા દ્વારની ટીકામાં અને શતકચૂર્ણીમાં એકથી છ ગુણસ્થાનક સુધીના જીવો બતાવ્યા છે. માટે ઉપરની આઠ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી સંખ્યાત ગુણહીન પ્રમત્ત ગુણઠાણે જે જઘન્ય સ્થિતિબંધ થાય છે ત્યાંથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્થાન સુધી સંભવી શકે છે. તેમજ યથાસંભવ સર્વ પ્રકૃતિઓનો એકેન્દ્રિયથી અસંશીપંચેન્દ્રિય સુધીના જીવોને અને બીજાથી આઠમા ગુણસ્થાનક સુધીના સંશીપંચેન્દ્રીય જીવોને અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પણ ઘણો ઓછો સ્થિતિબંધ થાય છે અને ત્યાં પણ અમુક પ્રકારની અનુકૃષ્ટિ હોય છે, છતાં તેમાં