________________
બંધનકરણ સારસંગ્રહ
૧૬૩
તેથી જ પ્રથમ વર્ગણામાં રસ ઓછો હોવાથી પરમાણુઓ ઘણા હોય છે અને સર્વાન્તિમ વર્ગણા સુધી પછી પછીની વર્ગણાઓમાં રસાવિભાગો ઘણા ઘણા હોવાથી પરમાણુઓ વિશેષ હીન-હીન હોય છે. (૪) સ્પર્ધ્વક
જેમાં વર્ગણાઓ અંતર વિના એક-એક રસાવિભાગની વૃદ્ધિ વડે સ્પર્ધા કરતી હોય તેને સ્પદ્ધક કહેવાય છે અને આ પ્રથમ સ્પર્ધ્વકની અંતિમ વર્ગણાના એક-એક પરમાણુમાં જેટલા રસાવિભાગો છે, તે થકી એક-બે યાવત્ સંખ્યાત-અસંખ્યાત કે અનંત અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોતા જ નથી. પરંતુ સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોય છે. અહીં અસત્કલ્પનાથી સર્વ જીવરાશિથી અનંતગુણ સંખ્યાને સાતની સંખ્યાથી કલ્પી બતાવવામાં આવેલ છે. (૫) અંતર
ઉપર બતાવ્યા પ્રમાણે સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક રસાવિભાગવાળા એટલે અસત્કલ્પનાથી સાત અધિક રસાવિભાગવાળા એટલે સત્તર રસાવિભાગવાળા જેટલા પરમાણુઓ હોય તેઓના સમુદાયથી બીજા સ્પર્ધ્વકની શરૂઆત થાય છે. તેથી વાસ્તવિક રીતે સર્વ જીવરાશિથી અનંતગુણ અને અસત્કલ્પનાએ સાતનું અંતર પડે છે. (૬) સ્થાન
સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક એટલે અસત્કલ્પનાથી સત્તર-સત્તર રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે બીજા સ્પદ્ધકની પ્રથમ વર્ગણા. તેથી એક અધિક એટલે અઢાર રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે બીજી, તેથી એકાધિક એટલે ઓગણીસ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ત્રીજી અને તેથી પણ એક અધિક એટલે વસ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ચોથી વર્ગણા. એમ એક-એક રસાવિભાગની વૃદ્ધિએ ખરી રીતે અભવ્યથી અનંતગુણ-અનંતી વર્ગણાઓ હોવા છતાં અસત્કલ્પનાથી આ ચાર વર્ગણાઓનો સમુદાય તે બીજું સ્પર્ધ્વક. આ સ્પર્ધ્વકની છેલ્લી વર્ગણાના પરમાણુઓમાં જે રસાવિભાગો છે તેનાથી એક-બે-ચાવત્ સંખ્યાત-અસંખ્યાત કે અનંત અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોતા જ નથી. પરંતુ સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોય છે. તેથી પુનઃ સર્વ જીવરાશિથી અનંતગુણ અંતર પડે છે.
સર્વ જીવરાશિથી અનંતગુણ એટલે કે અસત્કલ્પનાએ સાત રસાવિભાગ અધિક અર્થાત્ સત્તાવીસ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ત્રીજા સ્પર્ધ્વકની પ્રથમ વર્ગણા છે, તેથી એક એક રસાવિભાગ અધિક પરમાણુઓવાળી પ્રથમ સ્પર્ધ્વકની જેમ અહીં પણ અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ અનંતી વર્ગણાઓ હોવા છતાં અસત્કલ્પનાથી સત્તાવીસ-અઠ્ઠાવીસ-ઓગણત્રીસ અને ત્રીસ રસાવિભાગવાળા પરમાણુઓના સમુદાય રૂપ ચાર વર્ગણાઓનું ત્રીજું સ્પદ્ધક થાય છે. ત્યારબાદ સર્વ જીવરાશિથી અનંતગુણ અંતર પડે છે. પછી એ જ પ્રમાણે અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનું ચોથું પદ્ધક થાય છે. અસત્કલ્પનાથી સર્વ