________________
૧૬૦
પંચસંગ્રહ-૨
થકી નામ અને ગોત્રને વિશેષાધિક અને પરસ્પર સમાન. તે થકી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયને વિશેષાધિક અને પરસ્પર સમાન. તે થકી મોહનીયને વિશેષાધિક અને તે થકી વેદનીયને વિશેષાધિક ભાગ મળે છે. આનો વિશેષ વિચાર આ જ ગ્રંથના પ્રથમ ભાગમાં પંચમ દ્વારમાં પ્રદેશ બંધના પ્રસંગે બતાવેલ છે. માટે વિશેષાર્થીઓએ ત્યાંથી જોઈ લેવું.
અહીં ગ્રહણ કરેલ દલિકમાં સર્વઘાતી રસવાળા અને દેશઘાતી રસવાળા દલિકો કયા કર્મના કેટલા અને અઘાતી રસવાળા દલિકો ક્યા કર્મના હોય છે તે કહેવા યોગ્ય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે. તેથી તેઓનો રસ ઘાતી હોય છે, ત્યાં અંતરાય કર્મમાં કોઈ પ્રકૃતિ સર્વઘાતી ન હોવાથી એને મળેલ દલિકના પાંચ ભાગ પડી દાનાન્તરાયાદિક પાંચ અંતરાય રૂપે વહેંચાય છે. શેષ ત્રણ ઘાતી કર્મોમાં બન્ને પ્રકારની પ્રકૃતિઓ હોવાથી દેશઘાતી અને સર્વઘાતી એમ બન્ને પ્રકારનો રસ હોય છે.
પોતપોતાના મૂળ કર્મને પ્રાપ્ત થયેલ દલિતોના અનંતમા ભાગ જેટલા જ સંખ્યાતી સર્વઘાતી રસવાળા દલિકો હોય છે. તેથી જ્ઞાનાવરણીય કર્મને પ્રાપ્ત થયેલ દલિકમાં સર્વઘાતી રસવાળો જે અનંતમો ભાગ છે. તેમાંથી અમુક ભાગ કેવલજ્ઞાનાવરણીયને મળે અને શેષ દલિક મન:પર્યવ જ્ઞાનાવરણીય વગેરે ચાર પ્રકૃતિઓને મળે છે. એ જ પ્રમાણે દર્શનાવરણીય કર્મને પ્રાપ્ત થયેલ દલિકના અનંતમા ભાગ પ્રમાણ સર્વઘાતી રસવાળા દલિકોમાંથી અમુક ભાગ સર્વઘાતી પાંચ નિદ્રા અને કેવલદર્શનાવરણ એ છને મળે છે અને શેષ દલિક અવધિદર્શનાવરણીય વગેરે ત્રણને મળે છે. મોહનીય કર્મને પ્રાપ્ત થયેલ દલિકના અનંતમાં ભાગ પ્રમાણ જે સર્વઘાતી રસવાળા દલિકો છે, તેમાંથી અમુક ભાગના બે ભાગ થઈ એક સંપૂર્ણ ભાગ મિથ્યાત્વ મોહનીયને અને બીજા અર્ધા ભાગના બાર ભાગ પડી અનંતાનુબંધિ ક્રોધાદિ બાર કષાયોને મળે છે. બાકીના સર્વઘાતી અને દેશઘાતી રસવાળા દલિકના બે ભાગ થઈ કષાય મોહનીયને પ્રાપ્ત થયેલ એક ભાગ દલિકના પુનઃ ચાર ભાગ પડી ચારેય સંજવલનને અને નોકષાય મોહનીયને પ્રાપ્ત શેષ એક ભાગ એકીસાથે બંધાતી બેમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી એક વેદ અને ભય-જુગુપ્સા એ પાંચ પ્રકૃતિઓને મળે છે..
શેષ ચાર કર્મો અઘાતી હોવાથી તેઓનો બધો રસ અઘાતી જ હોય છે. વેદનીય, આયુષ્ય અને ગોત્ર–આ ત્રણે કર્મોની કોઈ પણ સમયે એક જ પ્રકૃતિ બંધાતી હોવાથી પોતપોતાના મૂળ કર્મને પ્રાપ્ત થયેલ સર્વ દલિક તે સમયે બંધાતી એક જ પ્રકૃતિને સંપૂર્ણપણે મળે છે અને નામકર્મને પ્રાપ્ત દલિકના ભાગ તે સમયે ચૌદ પિંડ, આઠ પ્રત્યેક અને ત્રસવીસકમાંથી જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય તે બધી પ્રવૃતિઓને મળે છે અને તેમાંથી વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકમાંથી પોતપોતાના પેટા ભેદો પ્રમાણે અનુક્રમે પાંચ, બે, પાંચ અને આઠ ભેદો થઈ તેના વીસેય ભેદોને મળે છે. તેમજ શરીર નામ અને સંઘાતન નામકર્મને મળેલ ભાગમાંથી જ્યારે ત્રણ શરીર અને ત્રણ સંઘાતન બંધાતા હોય ત્યારે ત્રણ અને ચાર શરીર અને ચાર સંઘાતન બંધાતા હોય ત્યારે ચાર ભાગ થઈ તે દરેકને મળે છે. એ જ પ્રમાણે અંગોપાંગ નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના પણ જ્યારે એક બંધાતું હોય ત્યારે એકને જ, અને બે બંધાતા હોય ત્યારે બે ભાગ પડી બન્નેને મળે છે. પરંતુ ત્રણેય અંગોપાંગ એકીસાથે બંધાતા નથી. બંધન