________________
१७
ઓળખવવામાં આવ્યો છે.
ગ્રંથકારે મૂળ ગ્રંથમાં પાંચ વારોનાં નામો આપ્યાં છે પણ શતક આદિ પાંચ ગ્રંથો કયા ? એ મૂળમાં કે સ્વોપજ્ઞ ટીકામાં ક્યાંય જણાવ્યું નથી. છતાં આચાર્ય શ્રીમલયગિરિએ આ ગ્રંથની ટીકામાં જણાવ્યું છે તે મુજબ આ ગ્રંથમાં આચાર્યે ૧. શતક, ૨. સપ્તતિકા, ૩. કષાયપ્રાભૃત, ૪. સત્કર્મ અને ૫. કર્મપ્રકૃતિ–આ પાંચ ગ્રંથોનો સંગ્રહ કર્યો છે. આ પાંચ ગ્રંથો પૈકી સપ્તતિકા અને કર્યપ્રકૃતિ એ બે ગ્રંથો આમાં સ્પષ્ટ રીતે જોવામાં આવે છે.
બાકીના ત્રણ ગ્રંથોનો આચાર્યે કેવી રીતે સમાવેશ કર્યો છે તે સ્પષ્ટ રીતે સમજવું ઘણું કઠિન છે, ખાસ કરી તે આજે જે બે ગ્રંથો આપણને મળતા નથી એવા સત્કર્મ અને કષાયપ્રાભૃતનો સમાવેશ આચાર્ય કયે ઠેકાણે અને કેવી રીતે કર્યો છે એ સમજવાનું કે કલ્પના કરવાનું કામ તો અત્યારે આપણા માટે અશક્ય જ છે. આ સ્થિતિમાં આપણે એટલું અનુમાન કરી શકીએ કે કર્મપ્રકૃતિ અને સપ્તતિકા એ બે ગ્રંથોના વિષયો અતિ સ્વતંત્ર હોઈ આચાર્યે એ બે ગ્રંથોને સ્વતંત્ર રીતે આમાં સંગ્રહ્યા છે અને બાકીના ત્રણ ગ્રંથોનો વિષય પરસ્પર સંમિલિત થઈ જતો હોઈ તે ગ્રંથને સંમિલિત રૂપે સંગ્રહ્યા હશે.
ભગવાન શ્રીચંદ્રષિમહત્તરે પ્રસ્તુત ગ્રંથમાં શતક આદિ જે પાંચ ગ્રંથોનો સંગ્રહ કર્યો છે, તે પૈકી એક પણ ગ્રંથના નામનો સાક્ષી તરીકે સ્વીપજ્ઞ ટીકામાં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. પરંતુ આચાર્ય શ્રીમલયગિરિની ટીકામાં કષાયપ્રાકૃત સિવાયના ચાર ગ્રંથોનો પ્રમાણ તરીકે અનેક ઠેકાણે ઉલ્લેખ થયેલો જોવામાં આવે છે. સત્કર્મનો ઉલ્લેખ તેમણે બે ઠેકાણે કર્યો છે પણ તે એક જ રૂપ હોઈ ખરી રીતે એક જ ગણી શકાય. શતક, સપ્તતિકા અને કર્મપ્રકૃતિ એ ત્રણ ગ્રંથો અત્યારે અતિ-પ્રચલિત છે પણ સત્કર્મ અને કષાયપ્રાભૂત એ બે ગ્રંથો અત્યારે અલભ્ય હોઈ એ વિષે આપણે ખાસ કશું જાણી કે કહી શકતા નથી.
આ ઠેકાણે આપણે એટલું કહી શકીએ કે, આચાર્ય શ્રી મલયગિરિજીના સમયે સત્કર્મશાસ્ત્ર વિદ્યમાન હતું, પરંતુ કષાયપ્રાભૂત ગ્રંથ તો તેમને પણ આપણી જેમ લભ્ય નહોતો જ, નહિ તો તેઓ આ ગ્રંથનો ઉલ્લેખ કોઈ ને કોઈ ઠેકાણે કર્યા સિવાય રહેત નહિ.
આચાર્ય શ્રીચંદ્રષિ મહત્તરે પંચસંગ્રહમાં જે ગ્રંથોનો સંગ્રહ કર્યો છે તે પૈકી શતક, સપ્તતિકા અને કર્મપ્રકૃતિ એ મૌલિક ગ્રંથો શ્વેતાંબરાચાર્ય-કૃત જ છે, એ વસ્તુ અત્યારે મળતા આ ત્રણ ગ્રંથો સાથે પંચસંગ્રહમાં સંગૃહીત વિષયની સરખામણી કરતાં નિર્વિવાદ રીતે સમજી શકાય છે, ફક્ત સત્કર્મ અને કષાયપ્રાભૂત એ બે શાસ્ત્ર, જે અત્યારે શ્વેતાંબર સંપ્રદાયમાં લભ્ય ન હોઈ
१. "पञ्चानां शतक-सप्ततिका-कषायप्राभृत-सत्कर्म-कर्मप्रकृतिलक्षणानां ग्रन्थानाम् ॥" पंचसंग्रह गाथा १ ૌL || .
२. ये पुनः सत्कर्माभिधग्रन्थकाराद्यस्ते क्षपकक्षीणमोहान् व्यतिरिच्य शेषाणामेव निद्राद्विकस्योदयमिच्छन्ति । તથા ૨ તથ: ‘
નિક્સ શો, ઘીખ [૧] ઉવો પરિક્વઝ '' તન્મનોવીરબાડા ત્યઃિ | મુ$10 आवृत्ति पत्र ११६ ।
तदुक्तं सत्कर्मग्रन्थे-"निद्दादुगस्स उदओ, खीणगखवगे परिच्चज्ज ।" पत्र २२७ ।।