________________
બંધનકરણ
૧૨૩
અનંતગુણ કહેતા ત્યાં સુધી જવું યાવત્ કંડકપ્રમાણ સ્થિતિસ્થાનકો જાય. તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન બાંધતા ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ, તેનાથી કંડકની નીચેની પહેલી સ્થિતિમાં જઘન્ય અનુભાગ અનંતગુણ, તેનાથી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ, તેનાથી કંડકની નીચેની બીજી સ્થિતિમાં જઘન્ય અનુભાગ અનંતગુણ, તેનાથી બે સમયજૂન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ, એ પ્રમાણે એક સ્થિતિમાં જઘન્ય અને એક સ્થિતિમાં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેતા ત્યાં સુધી જવું યાવત્ અઢારમી કોડાકોડી સાગરોપમની ઉપરની સ્થિતિ-ઉત્કૃષ્ટસ્થિતિથી નીચે ઊતરતા અને તે ઉત્કૃષ્ટ સ્થિતિને છેલ્લી ગણતા ઓગણીસમી કોડાકોડી સાગરોપમની પહેલી સ્થિતિ આવે. અઢારમી કોડાકોડી સાગરોપમની ઉપરની એક કંડકપ્રમાણ સ્થિતિઓમાં ઉત્કૃષ્ટ અનુભાગ કહ્યા વિના બાકી રહે છે. શેષ સઘળાં સ્થાનોમાં તો જઘન્ય-ઉત્કૃષ્ટ બને રસ કહેવાઈ ગયા છે. શેષ રહેલ એક કંડકપ્રમાણ સ્થિતિઓમાં ઉત્કૃષ્ટરસ હવે પછી કહેશે.
ઓગણીસમી કોડાકોડી સાગરોપમની પહેલી સ્થિતિથી અઢારમી કોડાકોડીની છેલ્લી ઉત્કૃષ્ટસ્થિતિમાં જઘન્ય અનુભાગ અનંતગુણ તેનાથી સમયન્યૂન સ્થિતિમાં જઘન્ય અનુભાગ તેટલો જ, તેનાથી બે સમયન્યૂન સ્થિતિમાં જઘન્ય અનુભાગ તેટલો જ, એ પ્રમાણે નીચે નીચેના સ્થિતિસ્થાનકમાં જઘન્ય અનુભાગ તેટલો જ ત્યાં સુધી કહેવો યાવત્ અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધ આવે. જેટલાં સ્થિતિસ્થાનકો સ્થાવર નામકર્મ સાથે પરાવર્તન ભાવે બંધાય છે તેમાંનું ઉત્કૃષ્ટ સ્થિતિથી નીચે ઊતરતાં છેલ્લું સ્થાન આવે.
. તેનાથી નીચેની પહેલી સ્થિતિમાં જઘન્ય અનુભાગ અનંતગુણ, તેનાથી તેની નીચેની સ્થિતિમાં જઘન્ય અનુભાગ અનંતગુણ, એ પ્રમાણે જઘન્ય અનંતગુણ ત્યાં સુધી કહેવો યાવત કંડકના સંખ્યાતા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જાય, એક ભાગ બાકી રહે.
તેનાથી અઢાર કોડાકોડી ઉપરના ઓગણીસમી કોડાકોડીના છેલ્લા કંડકપ્રમાણ જે સ્થાનોમાં ઉત્કૃષ્ટરસ કહ્યા વિના બાકી રહ્યો છે તેમાં અનુક્રમે અનંતગુણ રસ કહેવો એટલે કે અઢારમી કોડાકોડી ઉપરના કંડકપ્રમાણ સ્થિતિસ્થાનકોમાંના છેલ્લા સ્થિતિસ્થાનમાં ઉત્કૃષ્ટરસ અનંતગુણ, તેનાથી દ્વિચરમસ્થિતિમાં ઉત્કૃષ્ટરસ અનંતગુણ એમ પછી પછીના સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટ અનંતગુણ રસ ત્યાં સુધી કહેવો યાવત્ કંડકપ્રમાણ સ્થાનકો પૂર્ણ થાય. અનાક્રાંત એક કંડકપ્રમાણ સ્થાનોમાં ઉત્કૃષ્ટરસ કહ્યા વિના જે બાકી હતો તે કહેવાઈ જાય.
તેનાથી અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધની નીચેના કંડકના સંખ્યાતા ભાગ પ્રમાણ જે સ્થાનોમાં જઘન્યરસ કહ્યો હતો તેની નીચેના સ્થાનકમાં જઘન્યરસ અનંતગુણ, તેનાથી અઢારમી કોડાકોડી સાગરોપમના છેલ્લા સ્થિતિસ્થાનકથી આરંભી એક કંડકપ્રમાણ સ્થાનોમાં ઉત્કૃષ્ટ રસ અનુક્રમે અનંતગુણ કહેવો. તેનાથી નીચે જે સ્થિતિસ્થાનકમાં જઘન્ય રસ કહ્યો તેની નીચેના સ્થિતિસ્થાનકમાં જઘન્યરસ અનંતગુણ, આ પ્રમાણે અનુક્રમે એક કંડક પ્રમાણ સ્થિતિસ્થાનકોમાં ઉત્કૃષ્ટરસ અનંતગુણ અને એક સ્થિતિસ્થાનકમાં જઘન્યરસ અનંતગુણ કહેતા ત્યાં સુધી જવું યાવતુ ઉપરના સ્થાવરનામકર્મ સાથે પરાવર્તન ભાવે બંધાતા અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ