________________
બંધનકરણ
૧૧૧
અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિ બાંધતા જે રસબંધના અધ્યવસાયો હોય છે તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને શેષ સઘળા તેની નીચેની સ્થિતિ બાંધતા કે જ્યાં શુદ્ધ ત્રસનામકર્મ જ બંધાય છે ત્યાં હોય છે અને બીજા નવા પણ હોય છે. તે પૂર્વોક્ત સ્થિતિ બાંધતા જે રસબંધાધ્યવસાયો હોય છે તેનો અસંખ્યાતમો ભાગ છોડી શેષ સઘળા તેની નીચેના સ્થિતિસ્થાનમાં
જાય છે અને બીજા નવા પણ હોય છે. આ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ પલ્યોપમના
અસંખ્યાતમા ભાગગત સમયપ્રમાણ સ્થિતિસ્થાનો જાય.
અહીંયાં છેલ્લા સ્થિતિસ્થાનમાં અભવ્યપ્રાયોગ્ય જધન્યસ્થિતિસ્થાનના એટલે કે જે સ્થિતિસ્થાનથી શુદ્ધ ત્રસનામકર્મ જ બંધાય છે તેની પહેલાના સ્થાનકના રસબંધાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. તેની નીચેના સ્થિતિસ્થાનકમાં જે સ્થિતિસ્થાનકમાં શુદ્ધ ત્રસનામકર્મ બંધાય છે તે સ્થાનકની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. એ પ્રમાણે અનુકૃષ્ટિ અને સમાપ્તિ ત્યાં સુધી કહેવી યાવત્ જઘન્યસ્થિતિ આવે. એ પ્રમાણે બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક નામકર્મની પણ અનુકૃષ્ટિ જાણવી. (જુઓ. યંત્ર પૃ ૧૧૨.)
હવે પહેલાં જે કહ્યું છે ‘સ્ક્રુિત્તા જંતુળ ′મેત્તવિન્ધા' તેની અંદરના કંડક શબ્દનો અને આગળ ઉપર કહેવામાં આવનાર નિવર્ઝન કંડક શબ્દનો અર્થ કહે છે
कंडं निव्वत्तणकंडकं च पल्लस्ससंखंसो ॥ ९१ ॥ कण्डकं निर्वर्त्तनकण्डकं च पल्यस्यासंख्यांशः ॥ ९१ ॥
અર્થ—કંડક અને નિર્વર્તન કંડક એ બંને પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ
સમયપ્રમાણ સંખ્યાનું નામ છે. આ પ્રમાણે વિસ્તારપૂર્વક અનુકૃષ્ટિનું સ્વરૂપ કહ્યું. ૯૧
હવે અનુકૃષ્ટિને અનુસરીને કયા સ્થાનકમાં કેટલા પ્રમાણમાં તીવ્ર અને મંદરસ બંધાય તે કહે છે. તેનું સામાન્ય લક્ષણ આ પ્રમાણે છે—સઘળી અશુભ પ્રકૃતિઓમાં જઘન્યસ્થિતિથી આરંભી ઉત્તરોત્તર સ્થિતિમાં અનુક્રમે અનંતગુણો રસ કહેવો અને શુભ પ્રકૃતિઓમાં—ઉત્કૃષ્ટસ્થિતિથી આરંભી અનુક્રમે નીચે નીચેના સ્થાનકમાં અનંતગુણ રસ કહેવો. આ પ્રમાણે સામાન્ય સ્વરૂપ કહીને વિશેષ સ્વરૂપ કહે છે—
जा निव्वत्तणकंडं जहन्नठि पढमठाणगाहिंतो । गच्छंति उवरिहुत्तं अणंतगुणणाए सेढी ॥ ९२ ॥ तत्तो पढमठिईए उक्कोसं ठाणगं अनंतगुणं । તત્તો ડળ-રિ આ-રૂં ન વં ભ્રૂ॥ उक्कोसाणं कंडं अनंतगुणणाए तन्न पच्छा । उवघायमाझ्याणं इयराणुक्कोसगार्हितो ॥९४॥
यावन्निर्वर्त्तनकण्डकं जघन्यस्थितिप्रथमस्थानका गच्छंति उपरिमुखं अनन्तगुणनया श्रेण्या ॥ ९२ ॥