________________
૧૦૬
પંચસંગ્રહ-૨ સ્થાપનામાં અભવ્ય પ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધ પર્વત અનુકૃષ્ટિ લેવાનું કહ્યું છે તેની અંદર વિશેષ કહે છે –
मोत्तूण नीयमियरासुभाणं जो जो जहन्नठिइबंधो । नियपडिवक्खसुभाणं ठावेयव्वो जहन्नयरो ॥८९॥ मुक्त्वा नीचं इतराशुभानां यो यो जघन्यस्थितिबन्धः ।
निजप्रतिपक्षशुभानां स्थापयितव्यो जघन्यतरः ॥८९॥ અર્થ-નીચગોત્રને મૂકીને ઇતર અશુભ પ્રકૃતિઓનો જે જે જઘન્યસ્થિતબંધ થાય છે તેથી પણ અલ્પસ્થિતિબંધ તેની પોતાની પ્રતિપક્ષ શુભ પ્રકૃતિઓનો સ્થાપનામાં સ્થાપવો.
ટીકાનુ–ગાથામાં ગ્રહણ કરેલ નીચગોત્ર એ અન્ય પ્રકૃતિઓનો ઉપલક્ષણસૂચક હોવાથી તિથ્વિક પણ ગ્રહણ કરવું. એટલે તિર્યદ્ગિક અને નીચગોત્ર છોડીને શેષ અસતાવેદનીયાદિ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓનો જે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સ્થાપનામાં સ્થાપેલ છે. તેથી પણ અલ્પ સ્થિતિબંધ તેઓની પોતપોતાની પ્રતિપક્ષ સાતવેદનીયાદિ શુભ પ્રકૃતિઓનો સ્થાપવો. એટલે કે સાતાવેદનીયાદિ શુભ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ અભવ્ય પ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધથી અલ્પ સ્થિતિબંધ સુધી જાય છે. કારણ કે છ ગુણઠાણે અસાતાનો જે જઘન્યસ્થિતિબંધ થાય છે તે જઘન્ય સ્થિતિબંધથી તો સાતા સાથે પરાવર્તન ભાવ પામે છે ત્યાંથી તો તે અને અન્ય એ ક્રમે અનુકૃષ્ટિ જાય છે. પરંતુ જે પરિણામે છà ગુણઠાણે અસાતાનો : જઘન્યસ્થિતિબંધ થાય તેથી પણ સારા પરિણામે જયારે એકલી જ સાતા બંધાય ત્યાં તળેકદેશ અને અન્ય એ ક્રમે અનુકૃષ્ટિ જાય છે તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધથી પણ ઓછો સ્થિતિબંધ
છે
ભાવિન્ધયોયો નંખ્યતે, નાચત્ર ! આ પાઠમાં સ્પષ્ટપણે બતાવ્યું છે કે પ્રમત્ત ગુણઠાણે અસતાવેદનીયની જે જઘન્ય સ્થિતિ બંધાય છે, ત્યાંથી આરંભી સાતવેદનીય પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીની સ્થિતિઓ પરાવર્તમાન પરિણામે બંધાય છે. અને પરાવર્તમાન પરિણામ વડે તેટલી સ્થિતિઓમાં તે અને અન્ય એ અનુક્રમે રસબંધાવ્યવસાયોની અનુકૃષ્ટિ જાય છે. જે સ્થિતિસ્થાનકથી જે સ્થિતિસ્થાનક પર્યત એકલી જ સાતા કે અસાતા બંધાય ત્યાં અપરાવર્તમાન શુભ-અશુભ વર્ગમાં જે ક્રમ છે તે ક્રમે અનુકૃષ્ટિ થાય છે. આ પ્રમાણે સ્થિર-અસ્થિરાદિ અન્ય પ્રવૃતિઓમાં પણ યથાયોગ્ય રીતે સમજવાનું છે.
અહીં સામાન્યથી અસતાવેદનીયની જેમ શેષ સત્તાવીસ પ્રકૃતિઓની અનુકૃષ્ટિની ભલામણ કરી છે, પરંતુ સૂક્ષ્મત્રિક, વિકલત્રિક તેમજ મધ્યમના ચાર સંઘયણ અને ચાર સંસ્થાનો એમ આ ચૌદ પ્રકૃતિઓની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેના કરતાં તેની પ્રતિપક્ષભૂત બાદરત્રિક, એકેન્દ્રિય તથા પંચેંદ્રિયજાતિ, અંતિમસંઘયણ તથા સંસ્થાન એ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ અધિક છે, માટે જેમ સતાવેદનીયની પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધની ઉપર અસાતાની ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સ્થાન સુધીમાં તેનો એક દેશ અને અન્ય અધ્યવસાયોની જે પ્રમાણે અનુકૃષ્ટિ થાય છે તેમ સૂક્ષ્મત્રિકાદિ ચૌદ પ્રકૃતિઓમાં થશે નહીં પણ પોતપોતાના જઘન્યસ્થિતિબંધથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી તે અને અન્ય એ પ્રમાણે અધ્યવસાયોની અનુકૃષ્ટિ થાય છે, તેથી આ ચૌદ પ્રકૃતિઓમાં આટલી વિશેષતા છે. અને શેષ તેર પ્રકૃતિઓની અનુકૃષ્ટિ બરાબર અસાતાની સમાન છે.
૧. અહીં સાતાની જઘન્ય સ્થિતિ ક્યાં સુધીની લેવી તે ખ્યાલમાં આવતું નથી.