________________
બંધનકરણ
उपघातादीनामेवमेषा पराघातादिषु विशेषः । उत्कृष्टस्थितेः अधोमुखं क्रियते अशेषम् ॥८६॥
૧૦૧
અર્થ—ઉપઘાતનામકર્મ આદિની અનુકૃષ્ટિ પૂર્વે કહી તે પ્રમાણે છે. પરાઘાત આદિમાં વિશેષ છે. તેઓની ઉત્કૃષ્ટસ્થિતિથી આરંભી અધોમુખે સઘળું પૂર્વની જેમ કરાય છે.
ટીકાનુ—પૂર્વની ગાથામાં જે પ્રમાણે અનુકૃષ્ટિ બતાવી છે તે ઉપઘાતનામ આદિ પંચાવન અપરાવર્તમાન અશુભ પ્રકૃતિઓ માટે છે, એમ સમજવું.
પરાઘાતનામ આદિ છેતાળીસ અપરાવર્તમાન શુભ પ્રકૃતિઓ માટે વિશેષ છે. તેઓની અનુકૃષ્ટિ ઉત્કૃષ્ટસ્થિતિબંધથી આરંભી જઘન્યસ્થિતબંધ પર્યંત અધોમુખે પૂર્વોક્ત ક્રમે લેવાની છે. તે આ પ્રમાણે—ઉત્કૃષ્ટસ્થિતિ બંધારંભે જે રસબંધના અધ્યવસાયો હોય છે તેઓનો શરૂઆતથી અસંખ્યાતમો ભાગ મૂકીને શેષ સઘળા સમયન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધારંભે હોય છે અને અન્યબાકીના' નવા હોય છે. સમયન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધના આરંભમાં જે અનુભાગ બંધાધ્યવસાયો છે તેઓનો અસંખ્યાતમો ભાગ મૂકી શેષ સઘળા સમયન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધારંભે હોય છે અને બીજા નવા હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિસ્થાનકો જાય.
અહીં પલ્યોપમના અસંખ્યાતમા ભાગના છેલ્લા સમયમાં ઉત્કૃષ્ટસ્થિતિ બંધારંભે રહેલ રસબંધાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થઈ. તેની નીચેના સ્થિતિસ્થાનકમાં સમયોન ઉત્કૃષ્ટસ્થિતિબંધારંભ ભાવિ રસબંધાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. તેની નીચેના સ્થિતિસ્થાનમાં બે સમયન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધારંભ ભાવિ રસબંધાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. એ પ્રમાણે અનુકૃષ્ટિ અને સમાપ્તિ ત્યાં સુધી કહેવી યાવત્ પરાઘાતાદિ છેતાળીસ પ્રકૃતિઓની પોતપોતાની જઘન્યસ્થિતિ આવે. અથવા આ પ્રમાણે પરાઘાતાદિ છેતાળીસ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ અને સમાપ્તિ પોતપોતાની જઘન્યસ્થિતિ પર્યંત કહેવી. ૮૬.
હવે પરાવર્તમાન શુભ અને અશુભ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ કહે છે— सप्पडवक्खाणं पुण असायसायाइयाण पगईणं । ठावेसु ठिठाणा अंतोकोडाइ नियनियगा ॥८७॥
सप्रतिपक्षाणां पुनः असातसातादिकानां प्रकृतीनाम् ।
स्थापनीयानि स्थितिस्थानानि अन्तः कोटाकोट्यादीनि निजनिजकानि ॥८७॥ અર્થ—સપ્રતિપક્ષ અસાતા અને સાતાવેદનીયાદિ પ્રકૃતિઓના અંતઃકોડાકોડી આદિ પોતપોતાનાં સ્થિતિસ્થાનકો સ્થાપવા, સ્થાપીને અનુકૃષ્ટિ કહેવી.
૧. બાકીના નવા નવા હોય છે એમ કહેવાનું કારણ છેલ્લા સ્થિતિસ્થાનકથી ઉપાન્ત્યાદિ સ્થાનકોમાં રસબંધાધ્યવસાયો વધારે વધારે હોય છે તે છે. ઉપરના સ્થાનકમાંથી અસંખ્યાતમો ભાગ છૂટીને નીચે આવે છે એટલે જેટલા વધારે હોય તેટલા નવા હોય છે. પુન્યપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભી અને પાપ પ્રકૃતિઓમાં જઘન્યસ્થિતિથી આરંભી આ હકીકત સમજવી.