SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમદ્વાર ૫૫૭ સો અને એક હજાર ગુણો કરતાં જે આવે તે બેઇન્દ્રિયાદિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો થાય છે. તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરતાં જે રહે તે બેઇન્દ્રિયાદિ આશ્રયી જઘન્ય સ્થિતિ છે. વૈક્રિયષકની પોતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તેને હજાર ગુણો કરી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરતાં જે રહે તે તેનો જઘન્ય સ્થિતિબંધ છે અને ઓછો કરેલો ઉમેરતાં જે આવે તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. હજાર ગુણો કરવાનું કારણ વૈક્રિયષકના બંધાધિકારી અસંશી-પંચેન્દ્રિયો છે અને તેઓ એકેન્દ્રિયોથી હજારગુણો બંધ કરે છે. જો કે અસંશીઓ પોતાના ઉત્કૃષ્ટ બંધથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સ્વબંધયોગ્ય પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ કરે છે તથાપિ વૈક્રિયષક માટે દરેક સ્થળે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરવા જણાવ્યું છે, વૈક્રિયષકની જધન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ વચ્ચે પંચસંગ્રહ કે કર્મપ્રકૃતિમાં મતભેદ નથી. સાર્ધશતકમાં ઉત્કૃષ્ટથી જઘન્ય પલ્યોપમના સંખ્યાતમે ભાગે ન્યૂન કહ્યો છે. પંચસંગ્રહફાર નિદ્રા આદિ પંચાશી કર્મપ્રકૃતિઓની જધન્ય સ્થિતિ આ પ્રમાણે કહે છે—નિદ્રા આદિ પ્રકૃતિઓની પોતાની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેને સિત્તેર કોડાકોડીએ ભાગતાં જે આવે તેટલી તેઓની જધન્ય સ્થિતિ છે અને તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉમેરતાં જે આવે તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જો કે શુક્લવર્ણાદિની પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી આદિ છે અને તેથી તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં સાતિયો એક ભાગ આદિ આવે છે છતાં જધન્ય સ્થિતિના વિચારમાં તો શુક્લવર્ણ, સુરભિગંધ, મધુ૨૨સ અને ચાર શુભસ્પર્શ એ સાત વિના શેષ હારિદ્રવર્ણ વગેરે તેરની સાતિયા બે ભાગ જધન્ય સ્થિતિ કહી છે. દાખલા તરીકે નિદ્રાની ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી પ્રમાણ સ્થિતિને સિત્તેર કોડાકોડીએ ભાગતાં અને છેદ ઉડાડતાં સાતિયા ત્રણ ભાગ આવે તેટલી તેની જઘન્ય સ્થિતિ છે. એકેન્દ્રિયો તેટલી બાંધે છે. તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉમેરતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક સાતિયા ત્રણ ભાગ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એકેન્દ્રિયો તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. તથા સાતિયા ત્રણ ભાગ આદિ જે એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિ છે તેને પચીસ, પચાસ, સો અને હજાર ગુણી કરતાં જે આવે તેટલી અનુક્રમે બેઇન્દ્રિયાદિ જધન્ય સ્થિતિ બાંધે છે અને એકેન્દ્રિયની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક સાતિયા ત્રણ ભાગ આદિ જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેને પચીસ, પચાસ, સો અને હજાર ગુણી કરતાં જે આવે તેટલી બેઇન્દ્રિયાદિ નિદ્રાની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. પાંચમા કર્મગ્રંથ ગા૰ ૩૬ની ટીકામાં કહ્યું છે કે, પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને સિત્તેર કોડાકોડીએ ભાગતાં જે આવે તે નિદ્રા આદિ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ છે અને પલ્યોપમના અસંખ્યાતમેં ભાગે અધિક ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેનો પાઠ આ—અયમેવ નધન્યસ્થિતિવન્ય: પલ્યોપમાસંધ્યેયમા માત્રાધિ તત્કૃષ્ટો મવતીતિ' આ વ્યાખ્યાન પંચસંગ્રહના અભિપ્રાયે સમજવું. એ પ્રમાણે ત્યાં કહ્યું છે—આ સંબંધમાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ પણ કર્મપ્રકૃતિ પાના ૭૭માં આ પ્રમાણે લખે છે—પદ્મસંપ્રદે તુ વર્ગોટ્ટस्थितिर्विभजनीयतया नाभिप्रेता किं तु 'सेसाणुक्कोसाओ मिच्छत्तठिइए जं लद्धं' इति ग्रंथेन स्वस्वोत्कृष्टस्थितेर्मिथ्यात्वस्थित्या भागे हृते यल्लभ्यते तदेव जघन्यस्थितिपरिमाणमुक्तम् । तत्र निद्रापञ्चकस्या - सातावेदनीयस्य च प्रत्येकमुत्कृष्टा स्थितिस्त्रिंशत् सागरोपमकोटाकोटीरिति, तस्या मिथ्यात्वोत्कृष्टस्थित्या भागे ह्रियमाणे शून्यं शून्येन पातयेदिति वचनाल्लब्धास्त्रयः सागरोपमस्य सप्तभागाः, इयती निद्रापञ्चकासातवेदनीययोर्जघन्या स्थितिः । ભાવાર્થ એ કે પંચસંગ્રહમાં વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગવાનું માન્યું નથી પરંતુ પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિએ ભાગતાં જે આવે તે જ જઘન્ય સ્થિતિનું પ્રમાણ કહ્યું છે. તે આ પ્રમાણે— નિદ્રાપંચક અને અસાતાવેદનીયની ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરોપમ સ્થિતિને સિત્તેર કોડાકોડીએ ભાગતાં સાતિયા ત્રણ ભાગ આવે તેટલી તેની જધન્ય સ્થિતિ છે. અહીં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરવાનું કહ્યું નથી પરંતુ ઉક્ત જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વધારતાં જે આવે તે ઉત્કૃષ્ટ છે એમ કહ્યું છે. આગળ બેઇન્દ્રિયાદિના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અવસરે તે સ્પષ્ટ થાય છે. ત્યાં બેઇન્દ્રિયાદિની જધન્ય
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy