SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ પંચસંગ્રહ-૧ હોય છે. તથા સાત અસાત વેદનીય અને મનુષ્યાયુનો અપ્રમત્તગુણસ્થાનથી આરંભી ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયપર્યત કેવળ ઉદય જ હોય છે, ઉદીરણા હોતી નથી એ પહેલાં જ કહ્યું છે. સ વમોહનીય, અર્ધનારાચ, કિલિકા અને છેવટ્ટા સંઘયણની ઉદીરણા અપ્રમત્ત ગુણસ્થાનકપર્યત થાય છે, આગળ ઉપર થતી નથી. કારણ કે આગળ ઉપર ચારિત્રમોહનીયના ઉપશમક કે ક્ષપક જીવો જ હોય છે. તેઓને ક્ષાયિક કે ઔપથમિક સમ્યક્ત જ હોય છે, ક્ષાયોપથમિક સભ્યત્વ હોતું નથી. સમ્યક્વમોહનીયનો ઉદય ક્ષાયોપથમિક સમ્યક્તને જ ચોથાથી સાતમા સુધીમાં હોય છે. માટે તેની ઉદીરણા પણ ત્યાં સુધી જ કહી છે. અને છેલ્લા ત્રણ સંઘયણ વડે કોઈપણ શ્રેણિ પ્રારંભી શકતા નથી. સાતમા ગુણસ્થાનક સુધી જ જઈ શકે છે તેથી તેનો ઉદય સાતમા સુધી હોય છે એટલે ઉદીરણા પણ સાતમા સુધી જ થાય છે. ' હાસ્યષકની ઉદીરણા અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી હોય છે, આગળના ગુણસ્થાનકે અત્યંત વિશુદ્ધ પરિણામ હોવાથી ઉદય હોતો નથી. માટે ઉદીરણા પણ હોતી નથી. વેદત્રિક, સંજવલન ક્રોધ, માન, અને માયા એ છ પ્રકૃતિની ઉદીરણા અનિવૃત્તિકરણ પર્યત થાય છે. અહીં તેનો સર્વથા ક્ષય અથવા ઉપશમ થતો હોવાથી ઉપરના ગુણસ્થાનકે તેની ઉદીરણા હોતી નથી. તથા સંજવલન લોભની સૂક્ષ્મસંપરાયપર્યત ઉદીરણા થાય છે. તેમાં ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસંપાયના ચરમસમયપર્યત અને ક્ષપકશ્રેણિમાં ચરમાવલિકા છોડી બાકીના કાળમાં થાય છે. ઋષભનારા અને નારાચસંઘયણની ઉદીરણા ઉપશાંતમો ગુણસ્થાનક સુધી થાય છે. કેમ કે આ બે સંઘયણવાળા ઉપશમશ્રેણિ માંડી અહીં સુધી જ આવી શકે છે. તથા ચક્ષુ અચક્ષુ-અવધિ અને કેવળદર્શનાવરણ એ દર્શનાવરણ ચતુષ્ક, જ્ઞાનાવરણ પંચક, અને અંતરાય પંચક એ ચૌદ પ્રકૃતિઓની ક્ષીણમોહપર્યત ઉદય અને ઉદીરણા પ્રવર્તે છે. માત્ર ચરમાવલિકામાં ઉદીરણા હોતી નથી. કર્મસ્તવના પ્રણેતા તો ક્ષીણમોહના દ્વિચરમસમયપર્યત નિદ્રા અને પ્રચલાનો ઉદય માને છે. કર્મસ્તવમાં કહ્યું છે કે–નિદ્રા અને પ્રચલાનો ક્ષીણમોહના દ્વિચરમસમયે ઉદયવિચ્છેદ થાય છે.' તેથી તેમના મતે ક્ષીણમોહના દ્વિચરમસમયપર્યત નિદ્રાદ્ધિકનો ઉદય જાણવો. ઉદીરણા ચરમાવલિકા છોડીને સમજવી. પંચસંગ્રહકારના મતે ઉપશાંતમોહ ગુણસ્થાનકના ચરમસમય પર્યત ઉદય અને ઉદીરણા એ બંને હોય છે. ઔદારિક શરીર, ઔદારિક અંગોપાગ, તૈજસ, કાર્મણ, સંસ્થાનષક, વજઋષભનારાચ સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પ્રશસ્ત-અપ્રશસ્ત વિહાયોગતિ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, દુઃસ્વર અને નિર્માણ રૂપ ઓગણત્રીસ પ્રકૃતિઓનો સંયોગીકેવળી ગુણસ્થાનકના ચરમ સમય પર્યત ઉદય અને ઉદીરણા
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy