SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ પંચસંગ્રહ-૧ કિંઈક––અલ્પ કષાયાવિત કરે છે તેથી તે અલ્પ પ્રમાણમાં પ્રશમનો અભાવ કરનારા સંજ્વલન કહેવાય છે.” અન્યત્ર પણ કહ્યું છે-જે કારણથી શબ્દાદિ વિષયો પ્રાપ્ત કરી વારંવાર જાજવલ્યમાન થાય છે તેથી ચોથા કષાયોને સંજવલન કહેવાય છે.” સંજવલન કષાયના ઉદયવાળો આત્મા સંપૂર્ણ પાપવ્યાપારોને છોડી સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરે છે, પરંતુ આત્માના પૂર્ણ સ્વભાવરૂપ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી શકતો નથી. કષાયોનું કાર્ય આત્માને બહિરાત્મભાવમાં રોકી અંતરાત્મદશામાં સ્થિર ન થવા દેવો એ છે. જેમ જેમ કષાયનું બળ ઓછું થતું જાય તેમ તેમ આત્મા બહિરાત્મભાવ–પૌલિક ભાવથી છૂટી અંતરાત્મભાવમાં સ્થિર થતો જાય છે. હવે નોકષાયોનું સ્વરૂપ કહે છે “નો' શબ્દ અહીં સાહચર્યવાચક અથવા દેશ નિષેધવાચક છે. એટલે કે જેઓ કષાયના સહચારી હોય, સાથે રહી કષાયોને જેઓ ઉદીપન કરે અથવા જેઓ કષાયોનું સંપૂર્ણ કાર્ય કરવા અસમર્થ હોય તે નોકષાયો કહેવાય છે. કયા કષાયોના સહચારી છે? તેના ઉત્તરમાં કહે છે કે–આદિના બાર કષાયોના સહચારી છે. તે આ પ્રમાણે–આદિના બાર કષાયોનો ક્ષય થયા પછી નોકષાયો ટકી શકતા નથી. કારણ કે બાર કષાયોનો ક્ષય કર્યા બાદ તરત જ ક્ષપક આત્મા નોકષાયોનો ક્ષય કરવાની પ્રવૃત્તિ કરે છે. અથવા ઉદય પ્રાપ્ત નોકષાયો અવશ્ય કષાયોને ઉદીપન કરે છે. જેમ કે રતિ અરતિ ક્રમશઃ લોભ કે ક્રોધને ઉદીપન કરે છે. તેથી જ તેઓ કષાયના પ્રેરક કહેવાય છે. કહ્યું છે કે—કષાયના સહવર્તી હોવાથી અને કષાયના પ્રેરક હોવાથી હાસ્યાદિ નવને નોકષાય કહ્યા છે. તે નોકષાયો નવ છે. તે આ પ્રમાણે–ત્રણ વેદ અને હાસ્યષટ્રક. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એમ વેદ ત્રણ પ્રકારે છે. જેના ઉદયથી સ્ત્રીને પુરુષોપભોગની ઇચ્છા થાય, જેમ પિત્તનો વધારો થવાથી મધુરગળ્યા પદાર્થો ખાવાની ઇચ્છા થાય તે સ્ત્રીવેદ. જેના ઉદયથી પુરુષને સ્ત્રીના ઉપભોગની ઇચ્છા થાય, જેમ કફનો વધારો થવાથી ખાટા પદાર્થો ખાવાની ઇચ્છા થાય તે પુરુષવેદ. જેના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંનેના ઉપભોગની ઇચ્છા થાય જેમ પિત્ત અને કફ બંનેનો વધારો થવાથી મજિકા–જેની અંદર ખટાશ અને ગળપણ બંને હોય તેવી રાબ ખાવાની ઇચ્છા થાય તે નપુંસક વેદ કહેવાય છે. તથા હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા એ હાસ્ય ષકમોહનીય કર્મ છે. તેમાં જેના ઉદયથી નિમિત્ત મળવા વડે અથવા નિમિત્ત વિના જ હસવું આવે અથવા મોં ૧. વેદ મોહનીયના ઉદયથી આત્માને ઇન્દ્રિયોના વિષયો ભોગવવાની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે ઇચ્છા મંદ મધ્યમ અને તીવ્ર એમ ત્રણ પ્રકારે છે. મંદ લાલસા પુરષદના ઉદયવાળાને અને મધ્યમ અને તીવ્ર અનુક્રમે સીવેદ અને નપુંસકવેદના ઉદયવાળાને હોય છે. આ રીતે કોઈ પણ આત્માને લાલસાના ભેદે ત્રણે વેદનો ઉદય હોઈ શકે છે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy