SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ [જૈન દૃષ્ટિએ તિથિનિ અને પૌરાધન... ચંદ્ન) પંચાંગને અનુસારે આવેલી ( ભાદરવા સુદ) ચેાથ શનિવારે તે ( સંવત્સરી ) આરાધવી– એવું પોતાના શિષ્યાને જણાવ્યું, તે પછીના વિક્રમ સંવત્ ૧૯૯૩ માં પણ લૌકિક ( ચંડાંશુચંદ્ર) પંચાંગને અનુસારે ભાદરવા સુદ્ધ પાંચમની વૃદ્ધિ આવી. ત્યારે પણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ ( ભાદરવા સુદ ) ત્રીજની વૃદ્ધિ કરીને, (તેમ કરતાં) જે ( ભાદરવા સુદ) ચાથ પ્રાપ્ત થઈ તેમાં, ( એટલે કે ) લૌકિક ( ચંડાંશુચડૂ ) પંચાંગને અનુસારે તેા ( ભાદરવા સુદ ) પહેલી પાંચમ ને ગુરૂવારે સંવત્સરીનું આરાધન નિશ્ચિત કર્યું; જ્યારે આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ તે, લૌકિક ( ચંડાંશુચંદ્ર ) પંચાંગને અનુસારે આવેલી ( ભાદરવા સુદ) ચેાથ ને બુધવારે તેનું (સવત્સરીનું) આરાધન કરવું જોઇએ એવું નિશ્ચિત કર્યું. તેમના ( બન્ને આચાર્યના ) શિષ્યે એસાધુઓએ અને શ્રાવકેાએ, પોતપાતાના આચાર્યના નિર્દેશને અનુસરીને તે પ્રમાણે પર્વોનુષ્ઠાન કર્યું, સંવત્સરી એટલે આખા ય શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘને પર્યુષણાપર્વમાં ગણાતા પવિત્ર દિવસ. આખા સંઘ એકઠા મળીને તેને આરાધે છે. પરન્તુ ઉપર બતાવેલી બે સાલામાં તેની ( સંવત્સરીની ) આરાધના જુદા જુદા દિવસે થઈ, તેથી સંઘમાં મોટી ફાટફુટ થશે–એવી ચિન્તાથી આકૂલ ખનેલા શ્રીસંઘના આગેવાનાએ, સંવત્સરીતિથિના નિશ્ચયને માટે તથા તેની સાથે સંબંધ ધરાવતાં આવા પ્રકારનાં બીજાં પણ વિવાદસ્થાનેાના નિર્ણયને માટે અને બન્ને આચાર્યાંના મતભેદના નિરાકરણને માટે ઘણા પ્રયત્નો કર્યા. પ્રાયઃ તે સઘળા ય પ્રયત્નો નિષ્ફલ નિવડ્યા. છેવટે રાજનગર(અમદાવાદ)નિવાસી જૈન સંઘના આગેવાનોમાંના એક શેઠ શ્રી કસ્તુરભાઈ એ, બન્ને ય આચાઊંની અનુમતિ મેળવીને, આ વિવાદની બાબત, બન્ને પક્ષને સંમત એવા કેાઈ મધ્યસ્થને ( પંચને ) નિર્ણયને માટે સાંપવી, અને તેમનો નિર્ણય બન્ને આચાર્યોએ નિખાલસપણે કબૂલ રાખવા એમ નક્કી કર્યું, અને તે મધ્યસ્થનું સ્થાન શેઠ શ્રી કસ્તુરભાઈની વિજ્ઞપ્તિને અનુસરીને અમે સ્વીકાર્યું. શેઠ શ્રી કસ્તુરભાઈ એ બન્ને ય આચાર્ચીને વિનંતિ કરી કે કાર્ટોમાં વાદી પ્રતિવાદી વચ્ચે ચાલતા મુકદ્દમાની પદ્ધતિ પ્રમાણે આપ બન્ને ય આચાર્યોએ પેાતાતાનો મત લખીને લેખી સ્વરૂપમાં મેકલી આપવા. તે વિનંતિને અનુસારે અચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ તિથિવૃદ્ધિક્ષયના વિષયમાં નવ મુદ્દાઓ વિચારણીય છે એમ કરીને તેને અનુસારે પોતાના મતની સ્થાપના લખીને લેખી સ્વરૂપમાં શેઠ શ્રી કસ્તુરભાઈને મેકલી આપી. આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ પણ એ જ વિષયને અધિકૃત કરીને વિચારણાને માટે પચીસ સ્થાનેા નક્કી કરી, તેને આશ્રયીને પોતાના સિદ્ધાન્તનું વિવરણ કર્યું. તે પણ લેખી રૂપમાં શેઠ શ્રી કસ્તુરભાઈને આપ્યું. તે પછી, આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીની તે લેખી સ્વમતસ્થાપના, તેનું ખંડન કરવા અથવા વિચારણા કરવા માટે આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજીને આપીને, તેમના (વિજયરામચન્દ્રસૂરિજીના ) મત પણ, તેનું ખંડન કરવા અથવા વિચારણા કરવા માટે આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીને આપ્યા. અન્ને ય આચાર્ચીએ (તેના ઉપર વિચારણા કરીને ) પોતાના ક્રિયા લેખી સ્વરૂપમાં શેઠ શ્રી કસ્તુરભાઈ ને મેાકલ્યા. આ રીતે અન્ને આચાર્યાંનું સ્વમતસ્થાપન અને પરપક્ષના રક્રિયા, તે સર્વ લેખી રૂપમાં થઈ ગયું. પેાતપોતાના મતની સ્થાપના માટે ઉપયાગમાં લીધેલા શાસ્ત્રપાઠી પણ, એ આચાર્યએ આંશિક અવતરણ રૂપે લખીને આપ્યા તથા એ શાસ્ત્રપાઠાનાં મૂળ પુસ્તક પણ, પોતાના સિદ્ધાન્તના સમથૅનમાં ઉપયાગ કરેલ તે તે શાસ્ત્રપાઠાના ભાગેાની નીચે લીટીની નિશાનીએ કરીને માકલી આપ્યાં. તે પછી, શેઠ શ્રી કસ્તુરભાઈ એ, બન્ને ય આચાર્યાંનું સ્વમતસ્થાપન, પરપક્ષના રદિયા સાથેનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy