________________
અનુમોદના કરું છું. સંવેગને (મોક્ષની અભિલાષાને) પામેલો હું શક્તિ મુજબ સુકૃતને એવું છું અનુમોદના કરું છું. તો આ જગતમાં સુકૃતો કોના કોના છે? સૌથી શ્રેષ્ઠ અરિહંત ભગવંતોના.
- ત્રણે કાળના બધા અરિહંતોના સુકૃતો ક્યા ક્યા છે? આખા વિશ્વના ઉદ્ધારની ભાવના, ઉત્કૃષ્ટ સંયમ શાસનની સ્થાપના, ધર્મદેશના વળી, શાસનસ્થાપના દ્વારા અનેક જીવોને માર્ગમાં જોડે, આવા એક નહિ અનંતા ભૂત, ભવિષ્યના તીર્થકરોની અનુમોદના કરું છું. '
વળી, સકળ કર્મથી રહિત, શુદ્ધ આત્મા, કેવલજ્ઞાન દર્શનને પ્રાપ્ત કરનાર સિદ્ધ ભગવંતોની અનુમોદના કરું છું. એમને યાદ કરીએ એટલે આપણી જીત યાદ આવે, આપણી અંદર અનંત સુખ પડયું છે છતાં બહારમાં રખડીએ છીએ. આપણી સાથે રહેનારા, ખાનારા, પીનારા મોલમાં ગયા ને આપણે અહીં જ રહી ગયા. એમના બધાના સિદ્ધપણાની અનુમોદના કરવાની. એ સુખ મેળવવામાં વિલંબ, પ્રમાદ કરાય?
આચાર્ય ભગવંત પંચાચાર પાળે અને પળાવે. બધા ભૂતભવિષ્ય-વર્તમાનના આચાર્યોની અનુમોદના કરું છું. આચાર્ય અર્થ ભણાવે.
ઉપાધ્યાય બધા સાધુ-સાધ્વી ભગવંતને સૂત્ર ભણાવે. જ્ઞાનદાન દ્વારા જબરજસ્ત પુણ્યનું ઉપાર્જન કરે.
૧૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org