SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ એની સાથે વધુ ગંભીરતાથી વિચારીને ઉકેલવા જેવા ત્રણ જૂના પ્રશ્નો પણ સહુના મનમાં ચકરાવે ચડ્યા છે. એ ત્રણ પ્રશ્નો આ મુજબ છેઃ (૧) સ્વપ્ન વગેરેની તમામ બેલીઓ દેવદ્રવ્યમાં જાય પણ તેના ક્યા પેટા ખાતામાં જાય? ' (૨) ગુરુદ્રવ્ય માત્ર દેવદ્રવ્યમાં જાય કે સાધુ વૈયાવરચમાં પણ જાય? (૩) શું તિથિને વિવાદ ઉકેલવે જરૂરી નથી? : આમ કુલ પાંચ પ્રશ્નો તાકીદે ઉકેલ માંગે છે, અને તેની સાથે સાધુ-સાધ્વીજીના સ્વાધ્યાય તથા નિર્મળ સંયમ પાલનાદિના પ્રશ્નો પણ સાથે સાથે વિચારવા માટે ખૂબ જરૂરી જણાય છે. આ બધી બાબતે માટે તપાગચ્છીય આચાર્યોના હૈયે અવાજ ઊઠવા લાગ્યું. છેલ્લા કેટલાય દાયકાઓથી ચાલતા એકધારા તીવ્ર સંઘર્ષનું હવામાન કશું જ વિચારવાની તક આપતું ન હતું. પણ વ્યક્તિગત રીતે સહુ આ બધી બાબતથી ખૂબ બેચેન હતા. ભેગા થઈને વિચારવાની સહુના હૈયે ભાવના પણ હતી જ. અને આ ભાવના મહદંશે સાકાર બની ગઈ. પૂજ્યપાદ ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા સાહેબના હૈયે એ ભાવનાનું બીજ પડયું અને તેમાંથી પંકજ સોસાયટીના આંગણે “સંમેલન” નામને એક વડલે જોતજોતામાં ઊભો થઈ ગયા. [બાવીસ દિવસના આ સંમેલનમાં જેટલી વિચારણું થઈ શકી તે બધી કરી. પછી શાસ્ત્રાધારિત ઠરાવો કર્યા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005667
Book TitleVikram Samvat 2044 Year 1988 Ahmedabad Muni Sammelan Vivadaspad Tharav Ruprekha tatha Samalochna
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1988
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy