SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ર્થથી તેમના પિતાનું નામ કાલુજી (કાલુરામ) અને માતાનું નામ ગુપ્તાજી. કાલુરામ જાતે બેદી (વેદી) ખાતરી હતા, અને પોતાના ગામમાં ખેતી ઉપરાંત નાની દુકાન ચલાવતા તથા ત્યાંના જાગીરદારની મુનીમી પણ કરતા. નાનકે શાલીન શિક્ષણ બહુ લીધું હોય એમ લાગતું નથી. એમનું ખરું શિક્ષણ તે બીજે થતું હતું : નાનક પરિવ્રાજક સાધુ-સંતેમાં નાનપણથી જ ખૂબ જતા થયા હતા. આખા દેશમાં ભ્રમણ કરનારા એ લેક તે કાળમાં અનેક પ્રકારના સામાજિક અને ધાર્મિક તથા તાત્ત્વિક જ્ઞાનના સહજ શિક્ષકો હતા. પરંતુ સાધુ-સંતમાં જ દિવસ નિર્ગમન કરનાર છોકરાના ભવિષ્ય વિષે કાલુરામને ચિંતા થઈ. ગામના જાગીરદાર રાય બૂલરે કહ્યું, “જો નાનક ફારસી શીખે, તે તમારી મુનીમી દીકરાને પણ આપું!' તેથી નાનકને ફારસી શિક્ષક પાસે મોકલ્યા. તેની પાસે તે કેટલું ફારસી ભણ્યા હશે તે તો નથી કહી શકાતું. પરંતુ, તેમનાં ભજનમાં ફારસીની અસર સારી પેઠે છે. મુસલમાન ફકીરોના સંસર્ગને લીધે પણ તે ભાષાનું અમુક જ્ઞાન તે તેમને મળ્યું જ હશે. નાનકને ચાલુ શાળાકીય શિક્ષણ આપવામાં કાલુરામ ન ફાવ્યા એમ લાગે છે. કેમ કે, પછી નાનકને એમણે ઢોર ચારવા મોકલવા માંડયા એવી હકીકત છે. ત્યાં પણ, જુદા જ નાદમાં પડેલા આ બાળકે બીજી જ બાજુ લક્ષ્ય રાખ્યું. નવ વર્ષે જોઈ દેવાનો વખત આવ્યો, ત્યારે નાનકે કાંઈક વિરોધ કર્યો લાગે છે. રૂઢિ અનુસાર કાલુરામે પ્રસંગ ગોઠવ્યો, પણ નાનકે બ્રાહ્મણને પૂછયું, “આ દેરો શું કામ પહેરાવો છો?” બ્રાહ્મણે તેને સામાન્ય ઉત્તર આપ્યો, ત્યારે નાનકે કહ્યું: દયારૂપી કપાસ ને સંતોષરૂપી સૂતર; સત્યરૂપી વળ અને સંયમરૂપી ગાંઠ -- એવી જઈ આત્માને તે શોભે. હે પંડિત, એવી જઈ તમારી પાસે હોય, તે મને પહેરાવે. તે ન બળી શકે, ન બગડી શકે કે ન તૂટી યા ખવાઈ જઈ શકે ! એવી જઈ પહેરનારને ધન્ય છે!” ઉપનયન-કાળ પત્યા પછી લગ્નસંસ્કારનો વખત આવ્યો. અને કાલુરામે તે સંસ્કાર પણ હિંદુ રૂઢિ પ્રમાણે યોગ્ય કાળે ઊજવ્યો. પ્રથમ પિતાની દીકરી નાનકીને સુલતાનપુરના બાદશાહી અમલદાર જયરામ જોડે પરણાવી. બાદ દેક વર્ષના નાનક હશે ત્યારે, સુલખણી નામની કન્યા સાથે એમનું લગ્ન કરવામાં આવ્યું. આ પછી નાનક સુધરશે’ એમ માતાપિતાએ કદાચ માન્યું હશે. પણ નાનકે તે એકે ધંધામાં ચિત્ત ન ચોંટાડવું ને કાલુરામ તથા બધું કુટુંબ નાનકથી થાક્યું. એમ લાગે છે કે, ગામને જાગીરદાર રાય બૂલર અને બહેન નાનકીને પતિ જયરામ નાનક વિશે આવા નિરાશ થયા નહોતા. રામે સહાનુભૂતિથી નાનકને પિતાની સાથે સુલતાનપુર લઈ જવાનું ગોઠવ્યું ને નાનક કુટુંબને છોડી તથા રાય બૂવરની ૧. ગુરદાસપુર જિલ્લામાં આવેલા બટાલાના નિવાસી મૂલાજીનાં સુપુત્રી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy