SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૫ જથથી લોકોએ પણ પેાતાની અને દુશ્મનની સંખ્યા સામું જોયા વિના, પોતાના ધર્માચરણ તરફ જ નજર સ્થિર રાખી, જાલીમાના આક્રમણના – અન્યાય અત્યાચારના – સામે માંએ જડબાતોડ જવાબ આપ્યા. 1 તે વખતની હિંદુ – મુસલમાન જેવી ભ્રષ્ટ બની ગયેલી, નિર્માલ્ય બની ગયેલી પ્રજાઓમાંથી આવું ધર્મ-તેજ ઊભું કરવું, એ જેવું તેનું કાર્ય ન કહેવાય. કહેલું હોય તે તેને અવતાર-કાર્ય જ કહેવાય ! (૫) આગળ કહી આવ્યા કે, ધર્મભાવનાને યથાચિત કાર્યપ્રણાલિકામાં વાળીને પરિશુદ્ધ કરતા ન રહેવાય, તે એને ગંધાઈ ઊઠતાં વાર નથી લાગતી. ધર્મ-ભાવના વધુમાં વધુ સૂક્ષ્મ હાઈ, તેની યથેાચિત માવજત કરતા રહેવું જ પડે છે. ગાંધીજીના જ જમાનાના દાખલા અત્યારે તાજો છે. તેમણે જે કંઈ મહત્ત્વની કામગીરી આપણી સમગ્ર ભાવનાઓને પરિશુદ્ધ કરવામાં બજાવી હતી, તેને લેાપ થઈ જતાં વાર જ નથી લાગી ! અત્યારે ધર્મ-નિરપેક્ષ જ નહિ, પણ ધર્મથી વિપરીત ભાવનાની જ બાલબાલા છે. ભારતવર્ષ જાણે પહેલાં કદી ન સપડાયા હાય તેવી હીન બિન - આધ્યાત્મિકતામાં સપડાયા છે. ચારે બાજુ જોર-શેારથી કથા, સપ્તાહા, નવા, પારાયણા, મંદિરો, યાત્રા, વ્યાખ્યાન, આખ્યાના, પ્રકાશન, આચાર્યો, સંન્યાસીઓ, ભક્તમંડળા વગેરેનું બવંડર ઊઠયું છે; છતાં સરવાળે લાોનું ધર્મ-તેજ એસરતું સરનું શૂન્ય ઉપર પહોંચ્યું છે. માત્ર જેને જોવું ન હોય, તેને જ એ વસ્તુ ન દેખાય! આ સ્થિતિમાં શીખ ધર્મની – શીખ ગુરુની – વાતને અને વાણીને યાદ કરી જવાથી સારો લાભ થશે, એવું માનીને, એ ગુરુઓની વાણીમાંથી, પાંચ ગ્રંથા – સ્તોત્રો પસંદ કરીને મૂળ સાથે ગુજરાતીમાં ઉતારવાના આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. એમ પસંદ કરેલાં પાંચ સ્તોત્રો તે (૧) ‘જપુજી', (૨) ‘આસા-દી-વાર', (૩) ‘સિધ-ગેાસટિ’, (૪) ‘અનંદુ’ અને (૫) ‘સુખમની' છે. તે પાંચમાંથી પહેલાં ત્રણ સ્તોત્રુ પ્રથમ ગુરુ નાનકની વાણી છે; ‘અનંદુ’ એ ત્રીજા ગુરુ અમરદાસજીની વાણી છે, અને ‘સુખમની' એ પાંચમા ગુરુ અર્જુનદેવની. એ પાંચે સ્તોત્રોની બાબતમાં કંઈકેય કહેવું હોય તે એટલું જ કહી શકાય કે, પરમાત્મામાં લવલીન બનેલા સંતાની એ સાચી' વાણી છે. સાચી એટલે સફળ. એ વાણીને સ્પર્શ થતાં અંતરના મળધાવાઈ જાય – અજ્ઞાનનું જાળું તૂટી જાય -- ભ્રમનું કોટલું ફૂટી જાય ! ગુરુ-વાણીના અનુવાદની બાબતમાં પ્રથમ જ ઐક કબૂલાત કરી લેવી જોઈએ. શ્રી. મગનભાઈ દેસાઈ જેવા ગુરુ-વાણીના સાચા ભકતાના સંગમાં ગુરુ-વાણીના પાઠક બન્યા હોવા ઉપરાંત ગુરુ-વાણીના અનુવાદક થવાનેા બીજો કોઈ અધિકાર મારો ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy