SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાદ્ધત ૧૯ અટવાયેલા રાખીને; અને બીજું, કશી જ કામના સિદ્ધ ન થતી હોય ત્યારે પણ એવાં મિથ્યા વિધિ-વિધાનમાં જ દાટી દઈને! તેવે ટાણે પરમાત્મા સીધા અવતાર લઈને કે કોઈ મહાન વિભૂતિ ઊભી કરીને કે પછી એ સમુદાયના ઘેર વિનાશ દ્વારા એ ગાંઠ – એ કોટલું તોડી આપે છે; અને જગતમાં પાછી જીવંત ધર્મની ખાજના માર્ગ ખુલ્લા થાય છે. - જેમકે, આપણા દેશના આધ્યાત્મિક સાધનાના ઇતિહાસ જ તપાસીએ, તો એક બાજુ વૈદિક ક્રિયાકાંડનું અને બીજી બાજુ શ્રમણ – સંન્યાસીના નિવૃત્તિમાર્ગનું જાળું ભારતવર્ષના આધ્યાત્મિક જીવનને ઘેરી વળ્યું, ત્યારે શ્રીકૃષ્ણાવતારે આવીને ઘોષણા કરી કે— याम् इमां पुष्पितां वाचम् प्रवदन्त्यविपश्चितः । वेदवादरताः पार्थ नान्यद् अस्तीति वादिनः ।। २- ४२ ॥ त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ।। २- ४५ ॥ न वेद-यज्ञाध्ययनेर् न दानैर् 900 न च कियाभिर् न तपोभिर् उग्रैः । વંq: શય: અહં વૃોઢે હું // ૨ - ૪૮ ॥ “હે અર્જુન! અજ્ઞાની વેદ-વાદીઓ ‘આ સિવાય બીજું કાંઈ નથી' એમ કહી, (કર્મફળનાં) વર્ણનથી ભરેલી વાણી મલાવી મલાવીને બાલે છે... [૨-૪૨] “ હે અર્જુન ! વેદો ત્રિગુણાત્મક સંસારને જ વિષય કરે છે; પરંતુ તારે તા ત્રિગુણમાંથી નીકળી જવાનું છે.. ” [૨-૪૫] 99 “ વેદાથી, યશોથી, શાસ્રાધ્યયનથી, દાનથી, ક્રિયાઓથી કે ઉગ્ર તપાથી મારા આ સ્વરૂપનું દર્શન માણસાની દુનિયામાં કોઈથી થઈ શકે તેવું નથી. ... [૧૧-૪૮] વેદાની પરંપરાવાળા, અને વેદોને જ સર્વસ્વ માનવાવાળા ભારતવર્ષમાં આવીને વેદ વિષે આવી ઘોષણા કરવી, એ શ્રીકૃષ્ણ જેવા માટે જ શકય ગણાય. શ્રીકૃષ્ણ ભારતવર્ષમાં પૂર્ણાવતાર ગણાઈને પૂજાયા, એમાં નવાઈ નથી. Ο - કર્મ-નિવૃત્તિવાળા શ્રમણ-સંન્યાસીઓના માર્ગ વિષે શ્રીકૃષ્ણે જણાવ્યું — संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ । तयोस्तु कर्मसंन्यासात् कर्मयोगो विशिष्यते ।। ५ - २ ।। संन्यासस्तु महाबाहो दुःखम् आप्तुमयोगतः । योगयुक्तो मुनिर् ब्रह्म न चिरेणाधिगच्छति ।। ५ દ્ नियतस्य तु संन्यास: कर्मणो नोपपद्यते । मोहात् तस्य परित्यागस् तामसः परिकीर्तितः ।। १८ - ७ ।। अनाश्रितः कर्मफलम् कार्यम् कर्म करोति यः । स संन्यासी च योगी च न निरभिर् न चाक्रियः ।। ६- १ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy