SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જપુજી - ૩૬ જેની વાત સરખી પણ ન કરી શકાય. (૩૪૬) જે કોઈ કહેવા જાય, તે પાછળથી પસ્તાય. (૩૪૭) ત્યાં સુરતા,` ચેતના, મન અને બુદ્ધિ ઘડાય છે; (૩૪૮) (તથા) સુરો॰ અને સિદ્ધોની પ્રશા પણ. (૩૪૯) ૩૪૪ : જ્ઞાનખંડની ભૂમિકા વટાવી, સાધક પછી શર્મ (કલ્યાણ)-ખંડમાં પ્રવેશ કરે છે. તે હવે તેને પ્રાપ્ત થતા ‘લલ્લુ' ફૂલના રાતા રંગથી જુદા પડે છે. તેથી આ ભૂમિકા પ્રાપ્ત કરનારનું લક્ષણ ‘રૂપ’કહ્યું છે. ત્યાં આધ્યાત્મિક ઉન્નતિના બહુ જ અનુપમ ઘાટ ઘડાય છે. જેની વાત સરખી કરી ન શકાય (કડી ૩૪૬), કારણ, ત્યાં સુરતા-ચેતના-મન-બુદ્ધિ ઘડાય છે; અર્થાત્ સુરો અને સિદ્ધોની ઋતંભરા પ્રજ્ઞા ત્યાં પ્રાપ્ત થાય છે (કડી ૩૪૯). te ૧. સુરતિ । સાધકમાં કે ભક્તમાં એકનિષ્ઠ લવલીનતાથી જે સુરતા જાગે છે તે. ૨. અહીં સામાન્ય ‘દેવ’ અર્થ નથી; પણ ‘આસા-દી-વાર’માં ગુરુ નાનક કહે છે તેમ ‘માણસમાંથી દેવ' બનેલ અધ્યાત્મયાત્રીના અર્થ છે. ૩. સુધિ । સુંદર શૂધ-બુધ; અર્થાત્ પ્રજ્ઞા જે ઋતંભરા (સત્યના – તત્ત્વના સાક્ષાત્કારથી ભરપૂર) હોય છે. . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy