SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જપુછ - ૩૫ કેટલાય ઇન્દ્રો છે, ચંદ્રો છે, સૂર્યો છે, કેટલાંય મંડળો છે અને કેટલાય દેશો' છે; (૩૩૭) કેટલાય સિદ્ધો, બુદ્ધો, નાથો છે, અને કેટલાંય દેવી-સ્વરૂપો છે; (૩૩૮) કેટલાય દેવો, દાનવો, મુનિઓ છે; કેટલાંય રત્નો અને સમુદ્રો છે; (૩૩૯). કેટલીય યોનિઓ છે, કેટલાંય શાસ્ત્રો છે, કેટલાય રાજવંશો છે; (૩૪૦) કેટલાય (પ્રભુમાં) સુરતાવાળા સેવકો છે, જેમનો હે નાનક, અંત જ નથી! (૩૪૧) ગુરુ પાસેથી નામ પામીને તેમાં લવલીન થનાર સંતની મન-બુદ્ધિની સુરતા જાગે છે અને તેને સકલ બ્રહ્માંડની ચૂધબૂધ પ્રાપ્ત થાય છે (કડી ૮૭-૮૮). ગુરુએ કડી ૩૩૪થી ૩૪૧માં એની કંઈક ઝાંખી કરાવી છે. ત્રીજા ગુરુ અમરદાસે નંદુ સ્તોત્રના ૩૮મા પદમાં જણાવ્યું છે તેમगुर दुआरै लाइ भावनी, इकना दसवा दुआरु दिखाइआ ॥ तह अनेक रूप नाउ नव निधि तिसदा अंतु न जाई पाइआ ॥ કોઈ વિરલાને ગુરુના ચરણમાં ભાવ થાય, ત્યારે પ્રભુ તેને દશમું દ્વાર ઉધાર આપે છે. તે દ્વાર ઊઘડતાં જ ત્યાં તેને જે અનંત લોકનાં અનેક નામ-રૂપ જોવા મળે છે તથા નવ નિધિ પ્રાપ્ત થાય છે, તેના વર્ણનને પાર નથી.” ૧. ફેસ - મુલક - નક્કર જમીન. ૨. તેવી વેરા વેસ એટલે પ્રકારો-જાતિ૩. લાળી - જીવજાતિઓ. જુઓ કડી ૨૭૬ ઉપરની નેધ. ૪. વાળી – શાસ્ત્રવાણી. ૫. વાત નહિ = નરેન્દ્રોની પંક્તિઓ –વં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy