SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં વિષય બની જાય છે. પ્રત્યેક ક્ષેત્રમાં આ ગણિતને સેંટ પરસેંટ એપ્લાય કરનારી બુદ્ધિનો બેતાજ બાદશાહ માનવી માત્ર એક જ ક્ષેત્રમાં આંખ મીંચીને હંકારે રાખે છે. એમાં તો માત્ર કલાકો, ટર્નઓવર કે સ્ટ્રીપ્સના ઢગલાને જોઈને જ એ હરખાઈ જાય છે, પાગલ થઈને નાચવા લાગે છે ને ઢોલ પીટીને પોતાની અજોડ સિદ્ધિઓનાં ગાણાં ગાવા માંડે છે. આ ક્ષેત્ર છે ધર્મનું !!! " - બિલીવ ઈટ ઓર નૉટ, પણ આ નગ્ન સત્ય છે. હજારો અને લાખો રૂપિયાનું કરેલું દાન, સેંકડોની સંખ્યામાં કરેલા સામાયિક અને પ્રતિક્રમણ, ઓળી, અઠ્ઠાઈ અને માસક્ષમણ જેવી જંગી તપશ્ચર્યાઓ, અંજનશલાકા-પ્રતિષ્ઠા સંઘ અને ઉપધાનનાં વિવિધ અનુષ્ઠાનો, લાખોની વિરાટ સંખ્યામાં કરેલા નવકારમંત્રના જાપ........ આ બધું જોઈને સંતોષ માનનારો માનવ આ તો વિચારતો'ય નથી કે “આ બધા અનુષ્ઠાનોથી મારો પાપનાશ કેટલો થઈ રહ્યો છે ? પુણ્યબંધ કેટલો વધી રહ્યો છે ? પરમાત્માએ બતાવેલું એક એક અનુષ્ઠાન લાખની કિંમતનું છે. હું લાખ માટે પ્રયાસ કરું છું કે માત્ર પાંચથી સંતોષ માની લઉં છું ?' બધા પાંચથી જ સંતોષ માની લેનારા ધર્મ માટે શંકા થઈ જાય છે કે એ વણિકબુદ્ધિ અને વણિકવૃત્તિ ધરાવે છે કે નહીં? વણિકબુદ્ધિ તો કેવી હોય ? શાસ્ત્રોમાંય એનાં વખાણ કર્યા છે. જ્યાં કોઈને કાંઈ લાભ દેખાતો ન હોય ત્યાંથી પણ લાભ ખાટી જાય એવી વણિકબુદ્ધિ હોય છે. અમેરિકામાં બાવળના કાંટાને Natural Pinsનું સોહામણું નામ આપીને લાખો રળી ખાનારો વાણિયો જ છે ને ! દેવાધિષ્ઠિત પર્વત પર એક મંદિર હતું. પર્વતનાં પૂરાં સો પગથિયાં હતાં. નીચે તળાટીમાં મંદિરની પેઢી હતી. તેમાં એક એક રૂપિયાની ૧૦૦-૧૦૦ નોટોના બંડલ રહેતાં. ઉપર જનારો ભાવિક સ્વકીય ધન પોતાની પાસે રાખી શકતો નહીં, પણ પેઢીમાંથી એણે જેટલાં બંડલ લેવા હોય એટલાં લઈ શકતો. માત્ર નિયમ એટલો હતો કે ઉપર જતી વખતે દરેક પગથિએ, પાસે જેટલાં બંડલ હોય એટલા રૂપિયા મૂકતા જવાનું. પર્વત દેવાધિક્તિ હોવાથી આમાં કોઈ ગરબડ કરી શકતું નહીં. એટલે સામાન્ય રીતે બે-ત્રણ-ચાર ગમે તેટલાં બંડલ લીધાં હોય, પણ મંદિરે પહોંચતાં પહોંચતાં બધા રૂપિયા ખલાસ થઈ જાય. એકવાર એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy