SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ co હંસા ! તું ઝીલ મેત્રીસરોવરમાં ઉત્તરોત્તર વધતી રહેવાની છે, જેમકે આજ સુધી વધતી રહી છે. બાય ધ વે જો કોર્ટે જેલરને એમ ફરમાવ્યું હોય કે કેદીને રોજ ૫૦ ફટકા મારવા, લોહીની ટશરો ફૂટી હોય-ઘા પડ્યા હોય, એમાં ક્ષાર નાખવો... તો કેદીએ રોજની આ ભયંકર યાતનાઓ વેઠવી જ પડે છે. આ જ રીતે કો'ક જીવ આપણને રોજ-બરોજ નાનીમોટી અનેક હેરાનગતિઓ કર્યા કરતો હોય, ત્રાસ આપવામાં કાંઈ જ બાકી રાખતો ન હોય, તોપણ એ બધું જ વિના પ્રતિકાર સમભાવે સહન કર્યું જ જવાનું. કેટલું સહવાનું ? એને કોઈ લિમિટ જ નહીં. જેટલું આવે એટલું બધું સહન કરવાનું જ. “કેટલું સહન કરવાનું ? સહન કરવાની પણ કોઈ હદ હોય ને ? આમ ને આમ તો એ આપણને ખલાસ કરી નાખશે, અત્યાર સુધી તો કાંઈ બોલ્યા નહીં, “હેય ભાઈ ! સહી લ્યો' એમ વિચારીને સહી લીધું, પણ હવે તો ઘણું થઈ ગયું. આપણે કાંઈ કરતા નથી માટે એ વધુ ને વધુ ઉલ્લંઠ બનતો જાય છે, માથે ચડતો જાય છે. જાણે કે આપણામાં કોઈ પ્રતિકારશક્તિ જ નથી, જાણે કે આપણે તો નમાલા છીએ. હવે આ નહીં ચાલે. હવે તો બતાવી જ દેવું જોઈએ. તો જ એ અટકશે.” આવો કોઈ જ વિચાર કે તદનુરૂપ પ્રવૃત્તિ નહીં કરવાની, કોઈ એકની એક વ્યક્તિ તરફથી વારે વારે અનેકવિધ કનડગત થવા માંડે, “આપણે કાંઈ કરતા નથી માટે એ નિર્ભય બનીને-નફિકરો બનીને વધુ ને વધુ હેરાન કરી રહ્યો છે, માટે હવે તો પ્રહાર કરીને એને શાંત કરી જ દેવો જોઈએ.' એવું લાગવા માંડે, ત્યારે અગ્નિશર્માને યાદ કરો. એને યાદ કરીને એ પ્રહાર કરવા ગયો, તો કેવા અનર્થો ઊભા થઈ ગયા એ નજર સામે લાવી પ્રહાર કરવાનો નિર્ણય કેન્સલ કરો તો સાધનામાર્ગે પ્રગતિ છે, અન્યથા અધોગતિ. બિચારો અગ્નિશર્મા ! બચપણમાં રાજકુમાર ગુણસેન એના અત્યંત બેડોળ શરીરના કારણે અનેક રીતે જાહેરમાં મશ્કરી કર્યા કરતો. એનાથી ત્રાસીને એણે દુઃખગર્ભિત વૈરાગ્ય પામી તાપસ દીક્ષા લીધી. ‘પૂર્વમાં તપ નથી કર્યો અને પાપરાશિ પ્રચંડ સંચિત થયેલી છે. માટે આ વિટંબણાઓ થાય છે, એવી સમજણ મળવાથી માસક્ષમણના પારણે માસક્ષમણ કરવાની ઘોર તપશ્ચર્યા આદરી. દીર્ધાયુના એ કાળમાં લાખો માસક્ષમણનો સમૃદ્ધ વૈભવ ઉપાર્જિત કર્યો. રાજા બનેલો ગુણસેન આકૃષ્ટ થઈને વંદનાર્થે આવેલો છે. એકબીજાને નહીં ઓળખી શકવાથી ગુણસેને અગ્નિશર્માને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy