SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસત્તા : કુદરતે સ્થાપેલી કોર્ટ રહેવા માટે પ્રભુએ આપેલું સૂત્ર અપનાવવું જ પડશે. અણુસોઓ સંસારો, પડિસોઓ તસ્સ ઉત્તારો... બધું જ અનુકૂળ જોઈએ. કાંઈ જ પ્રતિકૂળ ન જોઈએ, કાંઈ જ સહન ન કરવું પડે આવી મનઃસ્થિતિ એ સંસાર છે. આનાથી વિપરીત... એટલે કે જે કાંઈ પ્રતિકૂળ આવી શકે-આવે, આવવા દો. ઉમળકાભેર એનો સ્વીકાર કરીશ' આવી મનઃસ્થિતિ એ, સંસારસમુદ્રમાંથી પાર ઉતારનાર ઉપાય છે. એ શાસન છે. આ સહન કરવું સરળ બને, એ માટેનું સત્ત્વ ધગશ અને ધૈર્ય આવે, એમાં અકળાઈને ક્યારેક પણ પ્રહાર કરી બેસવાનું પાપ ન થઈ જાય, એ માટે આવી બધી વિચારધારાઓ એ એક ખૂબ જ સચોટ ઉપાય છે. ‘હુ પ્રહાર કરવા બેસીશ, એ આ કર્મસત્તાની કોર્ટના કાર્યમાં દખલ કરી કહેવાશે. અને તેથી હું ય ગુનેગાર ઠરીશ, મારે પણ ભયંકર સજા ભોગવવી પડશે.” સજા નજરમાં આવે એટલે પાપથી અટકવાનું સરળ બને જ. કહ્યું છે ને કે “આયંકદંસી ન કરેઈ પાવે.” (જે આતંકનેઅપાયને જુએ છે તે પાપ કરતો નથી. વાત પણ સાચી છે... જ્યાં આતંકવાદીઓની બંદૂક-સ્ટેનગન-રિવોલ્વર તકાયેલી રહે છે. હેન્ડગ્રેનેડના ધ્રુજાવી મૂકે એવા ધડાકાઓ પ્રતિપળ સંભળાઈ રહ્યા છે. આવા સમાચાર... સાચા કે ખોટા.. કોઈ પણ મળે તોપણ માનવી ત્યાં પગ મૂકવાની હિંમત નહીં કરે. આતંક-અપાય નજર સામે ઘૂમે છે ને ! દોરતોવસીએ તેના પરતક ડાયરી ઓફ રાઈટર માં રાખવું છે કે ભવિષ્ય શુન્ય કે અંધકારમય દેખાવાનો અનુભવ ઘણો જ અપમાનજનક હોય છે. જે કુદરતે મારી આવી લોહાલી અને વિજ્ઞાન્ય દશા કરી છે એ કુદરતને જ હું સા કરવા માગું છું. પરંતુ કુદરતનો વિનાશ કરવો મારાથી શક્ય નથી. તેથી હું મારો નાશ કરે છે, - જેમને કર્ણવિજ્ઞાન કે “બાર જે કોઈ બગડ્યું છે તે મારાં જ પૂર્વકૃત્યોનું ફળ છે, એમાં બીજ કોઈનો (કુદરતનો કે ઈશ્વનો પણ) હાથ નથી' આવું તત્ત્વજ્ઞાન નથી મળ્યું તેઓને ક્વા અસલ સંક્લેશનો ભોગ બનવું પડતું હોય છે ! 9 છે . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy