SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકકથન જીવનની ઘટનાઓ જેવી વાતો હોવાથી દરેકને ઉપકારક નીવડવાની શક્યતા છે. કોઈને પણ વિશેષતઃ પરણી રહેલા યુગલને પણ) સેંકડો હજારો રૂપિયાની અપાતી ગીફટ કરતાં આ પુસ્તક રૂપી ગીફટ વધુ ઉપયોગી ને ઉપકારી બની રહેશે. આ વાત લગભગ દરેક વાચકને સ્વયં પ્રતીત થશે... આ છઠ્ઠી આવૃત્તિ થોડા સુધારા-વધારા સાથે પ્રકાશિત થઈ રહી છે. આ પુસ્તકમાં લખેલી કેટલીક વાતો પૂજ્યપાદ ગુરુદેવો પાસે સાંભળેલી છે. કેટલીક ક્યાંકથી વાંચી-નોંધી છે. તો કેટલીક સ્વકીય અનુભવ પર ઊભી થયેલી વિચારધારાઓ રૂપ છે. પૂજ્યપાદ સ્વ. દાદા ગુરુદેવ આ. ભગવંત શ્રીમદ્વિજય ધર્મજિત સૂ.મ.સા.ના સાન્નિધ્યમાં રહેવા દરમ્યાન તેઓશ્રીની સલાહ મુજબ તે તે પ્રસંગોમાં વર્તન કરવાથી જે લાભ અનુભવગમ્ય બન્યો, તથા તેઓશ્રીની જે વિચારધારાઓ જાણવા મળી એનો પણ આ વિચારધારામાં સારો હિસ્સો છે. આ હીરાની કાચી રફ છે' એવું જાણનારો ઝવેરી, એ રફમાં ત્યારે કોઈ ચમક નથી. બલ્ક કેટલાય ડાઘા-ધબ્બા ને ખરબચિયાપણું છે, છતાં એને પગના ઠેબે ચડાવતો નથી. જેમ-તેમ હેન્ડલ કરતો નથી. કારણ કે એ વખતે પણ એમાં એને ચમકતો હીરો દેખાતો હોય છે. એમ કોઈ પણ જીવમાં આજે કેવલજ્ઞાનાદિની ચમક ભલે ન પણ હોય, ઉપરથી ક્રોધાદિ કેટલાય દોષી હોય, છતાં એ પણ આખરે સિદ્ધાત્મા તો છે જ.. તો પછી એના પર દ્વેષ કે તિરસ્કાર કેમ કરી શકાય ? એટલે, આપણે આપણા આતમહંસને કહેવું જોઈએ હંસા ! તું ઝીલ મૈત્રીસરોવરમાં.... સુવિશુદ્ધ બ્રહ્મચારી કર્મસાહિત્યનિષ્ણાત સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂ. આ. ભગ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સકલસંઘહિતૈષી સ્વ. પૂ.આ.ભગ શ્રીમદ્વિજય ભવનુભાનું સૂરીશ્વરજી મ.સા. અધ્યાત્મરસિક કર્મસાહિત્યમર્મજ્ઞ સ્વ. પૂ.આ.ભગ. શ્રીમદ્વિજય ધર્મજિત સૂરીશ્વરજી મ.સા. - ' શ્રી સૂરિમ–પંચપ્રસ્થાનારાધક પ્રભુભક્તિરસિક પૂ. ગુરુદેવ આ.ભગ. શ્રીમદ્વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા. આ સુવિહિત ગુરુપરંપરા મને પ્રાપ્ત થઈ છે એ મારું પરમ સૌભાગ્ય છે. સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ.ભગ શ્રીમદ્વિજય જયઘોષ સુ.મ.સાહેબે આ નિબન્ધને સાદ્યન્ત તપાસી આપ્યો છે. આ બધા ઉપકારીઓ પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાપૂર્વક, સહુ કોઈને “આ નિબન્ધને ખૂબ જ ચિન્તન-મનનપૂર્વક વાંચશો” એવી વિનંતી સાથે વિરમું છું. - મુનિ અભયશેખર વિ. ગણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005653
Book TitleHansa tu Zil Maitri Sarovar Ma
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherBhuvane Dharmjaykar Prakashan
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy