SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સુવર્ણબાહુને અશ્વઅપહરણ કરીને અહીં લાવશે, તે પદ્માવતીને પરણશે, તેથી તમે આ પદ્માવતીને પરણો" એમ કહ્યું ત્યારે સુવર્ણબાહુ પદ્માવતી સાથે ગાંધર્વ વિવાહથી પરણ્યા, તે સમયે પદ્માવતીનો સાવકો ભાઈ પધ્ધોત્તર વિદ્યાધર ત્યાં આવ્યો અને આગ્રહપૂર્વક સુવર્ણબાહુને પદ્માવતી સહિત પોતાના વૈતાદ્ય પર્વત ઉપર રત્નપુર નગરમાં લઈ ગયા. ત્યાં અનેક વિદ્યાધરોએ પોતાની કન્યાઓને સુવર્ણબાહુ સાથે પરણાવી. ત્યારબાદ તે પોતાની રાજધાની તરફ પાછો ફર્યા. એક વખત શાસ્ત્રાગારમાં ચૌદ રત્ન પ્રગટ થયા. રાજાએ તેમની સહાયથી છખંડ જીત્યા. ત્યારબાદ રાજાનો બાર વર્ષ સુધી રાજ્યાભિષેક થયો અને ચક્રવર્તી બન્યા. સુવર્ણબાહુની દીક્ષા એક વખત સુરપુર નગરની બહાર જગન્નાથ તીર્થંકર પરમાત્મા પધાર્યા. ત્યાં સુવર્ણબાહુ સમવસરણમાંદેશના સાંભળવા ગયા. પરમાત્માની વાણી સાંભળતાં સાંભળતાં ચક્રવર્તી સુવર્ણબાહુને જાતિસ્મરણ થવાથી પૂર્વભવની સ્મૃતિ થઈ કે મેં પૂર્વ ભવમાં ક્ષેમંકર તીર્થકર પ્રભુ પાસે ચારિત્ર લીધું હતું, વગેરે સ્મરણ થવાથી તેનું હૃદય હર્ષવિભોર બની ગયું. વૈરાગ્યવાસિત બની તેઓ રાજમહેલમાં પાછા ફર્યા, ત્યારબાદ પુત્રનો રાજ્યાભિષેક કરી તેઓ પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ દીક્ષા આપી સ્થવિરોને સોંપ્યા. સુવર્ણબાહુમુનિ અલ્પકાળમાં શાસ્ત્રાર્થના કરી ગીતાર્થમુનિ બન્યા. પ્રભુ પાસેથી આજ્ઞા મળતાં તેઓ સિંહની જેમ એકલાવિચરવા લાગ્યા. ત્યારબાદ વિંશસ્થાનકની આરાધના કરતા કરતા "સવિ જીવ કરૂં શાસન રસિ"ની શ્રેષ્ઠ ભાવના ઉત્પન્ન થતાં અર્થાત્ બધા જીવોને જિનશાસનના રસિયા બનાવી મોક્ષસુખના ભોક્તા બનાવું. આવી ભાવનાથી તીર્થકર નામકર્મનો બંધ કરી તેને નિકાચિત કર્યું. સુવર્ણબાહુમુનિ વિચરતાં વિચરતાં ક્ષીરગિરિ આવ્યા. બીજી બાજુ કમઠ નરકમાંથી આયુષ્યપૂર્ણ કરી એજગિરિમાં સિંહ તરીકે ઉત્પન્ન થયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005650
Book TitlePas Sankheshwara Sar Kar Sevaka
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy