SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ લીધે તેનો ક્રોધ ભભૂકી ઉઠયો. તે ઘાતકી ઝેરી કુર્કટ સર્વે હાથીને ડંખ માર્યો. હાથીના શરીરમાં વિષ વ્યાપી ગયું. હાથી સાવધાન બની ગયો. જબરદસ્ત સમતા રાખી શુભભાવમાં રહ્યો, પણ તેણે સર્પઉપર જરાયકષાય ન કર્યો. ત્રીજો ભવ દેવ અને નારક મરુભૂતિનો જીવ હાથી મરીને આઠમા દેવલોકમાં દેવ થયો અને કમઠનો જીવ સર્પમરીને પાંચમી નરકમાં ગયો. એક આત્મા વિકાસ તરફ પ્રયાણ કરવા લાગ્યો, તો બીજો વિનાશ તરફ. અરવિંદમુનિએ પણ અષ્ટાપદ પર્વત ઉપર જઈને કેવલજ્ઞાન મેળવ્યું, તેઓ આયુષ્યપૂર્ણથતાં મોક્ષે ગયા. ૪થો ભવ કિરણવેગ રાજા અને કાલ દારૂણ સર્પ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થવાથી મરુભૂતિનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ વિજયમાં વૈતાઢય પર્વતની તિલકપુરી નગરીમાં વિદ્યુતિ રાજા અને તિલકાવતી રાણીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો.જન્મ થયા પછી યૌવનવય આવતાં પદ્માવતી નામની કન્યા સાથે લગ્ન કરી તેનો રાજ્યાભિષેક કરી વિધુત્વતિએ દીક્ષા અંગીકાર કરી. તેણે સાધના કરી મોક્ષ મેળવ્યું. કિરણવેગ રાજાને "ધરણવેગ" નામનો પુત્ર થયો. એક વખત શ્રી વિજયભદ્રાચાર્યશ્રીનું ત્યાં પદાર્પણ થયું. એક જ દેશના સાંભળી કિરણવેગ રાજા વૈરાગ્યવાસિત બન્યા. તરત જ પોતાના પુત્ર ધરણવેગનો રાજ્યાભિષેક કરી રાજા કિરણવેગ અને પદ્માવતી રાણીએ દીક્ષા લીધી. કિરણગમુનિ ઘોર તપ કરવા લાગ્યા અને જંગલના પહાડોમાં વિચરવા લાગ્યા. કમઠનો જીવ તે જ જંગલમાં પૂર્વનું નરકાયુષ્ય પૂર્ણ કરી કાલદારૂણ સર્પ તરીકે ઉત્પન્ન થયો. તેણે મરુભૂતિના જીવકિરણનેગનેડંખ દીધો. મુનિના આખા શરીરમાં ઝેર ફેલાઈ ગયું. ભલે બંનેના શરીર બદલાઈ ગયા, પણ એકની સમતા અને બીજાનો દ્વેષ વધતા ગયા. ભાઈ ઉકાણોગ સાનિને ઉન સાથે For Personal & Private Use 7 14 ja nelibrary.org
SR No.005650
Book TitlePas Sankheshwara Sar Kar Sevaka
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy