SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ "ગોધન અને પચાસ હજાર ઊંટને તથા પ્રજાનાં પશુઓને પણ ગાળેલું પાણી પાવામાં આવતું હતું. સૈન્યના ૧૧ લાખ ઘોડાઓ વગેરેના પલાણો ઉપર પૂંજણીઓ બંધાવવામાં આવી હતી. એક વખત ઘોડાનું પલાણ પૂંજીને બેસતા શ્રી કુમારપાળને જોઇને તેમના સામંતો અંદરોઅંદર હસ્યા. આ જોઇને શ્રી કુમારપાલે એક બાણપ્રહારથી સાત લોહકદાહો ભેદી બતાવીને, તેમ જ ૧૬ મણની ગુણી ઉપાડીને અહિંસાનું સામર્થ્ય દેખાડ્યું હતું. જીવદયાની દ્રષ્ટિએ કાયર બનવું એમ થતું નથી, કિન્તુ તે બળનો ઉપયોગ નિરપરાધી જીવજંતુની નિરર્થક હિંસા નહિ કરતાં તેમની રક્ષામાં કરવાનો હોય છે. જો ‘માર’ શબ્દ બોલાય, તો તેના પ્રાયશ્ચિતમાં તેઓ ઉપવાસ કરતા હતા. એક વખતે કાઉસ્સગ્નમાં પોતાના પગે મંકોડો ચોંટયો. તે જીવને દુ:ખ ન થાય તે માટે તેમણે પોતાના પગની ચામડી કાપી હતી. એક મહેશ્વરી વણિકે રાજાની આજ્ઞાવિરૂદ્ધ જઇને એક જુ મારી હતી, તેના દંડમાં તેના શરીર વગેરેને દુ:ખ નહિ આપતાં, તેની પાસેથી તેમણે જગતજીવોને અભયદાન ઉપદેશનાર શ્રી જિનેશ્વર પરમાત્માનું મંદિર બંધાવ્યું હતું. નવરાત્રીઓમાં કુલદેવીને બકરાં-પાડાંઓનું બલિદાન નહિ આપવાથી, કંટકેશ્વરી દેવીએ કોપાયમાન થઇ રાજા કુમારપાલને કષ્ટ આપ્યું તે તેમણે સહન કર્યું હતું, કિન્તુ જીવહિંસા તો તેમણે ન જ કરાવી. કંટકેશ્વરી દેવી પણ આ તપોબળને નમી પડી. અંતે જે જીવહિંસામાં રસ લેનારી આ દેવી હતી, તે અહિંસાપ્રેમી બનીને રાજયમાં કોઇ હિંસા ન કરે તેની ચોકીદાર બની. - (૨) સત્યવ્રત - બીજા વ્રતમાં “સત્ય-સરલતામાં ધર્મ છે” - એમ જાણતા શ્રી કુમારપાલ, કઠોરતા, ચાડી, ઈર્ષ્યા, અસભ્યતા, 'રાગ-દ્વેષયુકત આત્મહુતિ અને પરનિન્દાનો ત્યાગ કર્યો હતો; તેમ જ મધુર, પથ્ય, હિત અને મિત આગમાનુસારી વચન બોલવાની પ્રતિજ્ઞા કરી હતી. આથી તેમને ‘સત્યવાચા યુધિષ્ઠિર’ નું બિરુદ મળ્યું હતું. કદાચ કોઇ વખતે કોઇ પણ આકારે જો મૃષાવચન બોલાય, તો તેની શુદ્ધિ માટે વિશેષ તપ કરવાનો દંડ પણ તેમણે રાખ્યો હતો. (૩) અસ્તેયવ્રત - ત્રીજા વ્રતમાં શ્રી કુમારપાલ મહારાજાએ સંતોષ ધારણ કર્યો અને રાજયમાં લેવાતા અપુત્રીયા - બિનવારસીયા ધનનો છે પ3 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy