SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જ — ( ધ્યેય ] અણુવ્રતોને ગુણ કરે છે, માટે ગુણવ્રત કહેવાય છે. તેમાં આ ત્રીજા ગુણવ્રતની શું આવશ્યકતા છે ? પ્રભુ આજ્ઞા પાળનારા મહાવ્રતધારી મુનિઓ સર્વ સંયમમાં રહીને સંપૂર્ણ અહિંસા જાળવીને તથા તપ કરીને આત્મસાધના કરી શકે છે અને સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ આનંદી મન સાથે પૂરું કરે છે. તેઓ ધર્મમાં જ હોય છે એટલે અર્થમાં જ હોય છે. પરંતુ ગૃહસ્થ સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તો અણુવ્રત સ્વીકારી અમુક હદ સુધી સંયમમાં આવે છે. તેથી પણ વિશેષ સંયમ માટે ગુણવ્રત સ્વીકારે છે. શ્રાવક સંસારમાં જે યથોચિત અર્થ-કામ સેવે છે તે અર્થદંડ રૂપ છે. અને તેનાથી પણ અંતે છૂટવાના ધ્યેય પૂર્વક આલોક અને પરલોકમાં મહાઅહિતકારી, બિનજરૂરી એવા અર્થકામરૂપ અનર્થદંડથી છૂટવા આ. વ્રત અનિવાર્ય છે. અતિચાર ] કંદર્પ - રાગ આદિથી કામને ઉત્પન્ન કરનાર મશ્કરી, અશ્લીલ શબ્દ, ગાળાગાળી, હાંસી કરવી તે. કૌકુચ્ય - ભમર, નેત્ર, હોઠ, નાક, પગ, હાથ, મોટું વગેરે અવયવોના વિકારગર્ભિત ચાળા કરવા તે. મૌર્ય - સંદર્ભ વિનાનો અસભ્ય, ઘણો બકવાસ કરવો તે. સંયુકતાધિકરણ -ખાંડણીયો, સાંબેલા, ધનુષ્ય-બાણ, બંદૂક-કારતુસ, હળ વગેરે હિંસક શસ્ત્રો જોડીને રાખવાં તે. ભોગાતિરિતતા - સ્નાન, ભોજન આદિ ભોગ અને ઉપભોગમાં જોઇએ તેનાથી વધુ વસ્તુ લેવી, કે જે આપવા વગેરેથી વિરાધના થાય તે. આ પાંચેય અતિચારનો સમજીને ત્યાગ કરવો. (વિશેષ નોંધ) ૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy