SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો તે. યંત્રપીલણકર્મ - મીલ, જીન, ચરખા, ઘંટી, ઘાણી, નવા નવા ઔદ્યોગિક પ્લાન્ટ્સ, મશીનરી આદિ ચલાવવા તે. નિ†છનકર્મ - પશુપક્ષીનાં પૂંછડાં કાપવાં, પીઠ ગાળી, ડામ દેવા, ખસી કરવી, વગેરે કર્મ કરવા કરાવવા તે. દવદાનકર્મ - ખેતરો અથવા જંગલો આદિમાં અગ્નિ ચાંપવા, અજ્ઞાનતાથી પુણ્ય માની જંગલોમાં દવ આપવા, પાવર હાઉસ ચલાવવા વગેરે પ્રકારના કર્મ કરવા તે. જલશોષણકર્મ - કૂવા, તળાવ, સરોવર ઉલેચવા, પાણી સૂકવવા, બંધો બાંધવા, નહેરો કાઢવી વગેરે કર્મ કરવાં તે. અસતીપોષણકર્મ - મેના, પોપટ, કૂતરાં, વેશ્યાદિ સ્ત્રીઓ પોષવી અને તે દ્વારા કમાણી મેળવવી, કૂટણખાના આદિના ધંધા ચલાવવા વગેરે. આવી જ બીજી જે જલ્લાદ, દારોગા, વગેરેની કર્મ વૃત્તિઓ હોય તે પણ નહિ કરવી. કર્માદાનો જાતે કરવા-કરાવવાથી લાગે છે. રેલ્વે, મીલો, કારખાનાંઓ વગેરેના શેરો ધરાવવાથી ભયંકર કર્માદાનો લાગે છે. આ કારણથી સાતમા વ્રતના આ અતિચારોથી પણ બચવાનું યથાયોગ્ય ધ્યાન રાખવું. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. લોટનો મિશ્રતાદિનો કાળ દળાયા પછી ચાળેલો લોટ બે ઘડી બાદ અચિત્ત બને છે અને ચાળ્યા વગરનો લોટ મિશ્ર રહે છે. તેનું કાળ પ્રમાણ જુદાજુદા મહિનાઓને આશ્રયીને નીચે મુજબ છે. ભાદરવા માસમાં કારતક માસમાં - માગસર - પોષ માસમાં - ફાગણ માસમાં - વૈશાખ માસમાં અષાઢ માસમાં - શ્રાવણ આસો - મહા ચૈત્ર - જેઠ - = Jain Education International - – પાંચ દિવસ ચાર દિવસ ત્રણ દિવસ પાંચ પ્રહર ચાર પ્રહર ત્રણ પ્રહર સુધી નહિ ચાળેલો લોટ મિશ્ર પરિણામી જાણવો. ૨૪ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy