SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લું પાનું-- ૦ હંસળી ધૂળ પ્રસંગ જેલમાં બનેલો છે. એમાં જે વિધેયાત્મક દષ્ટિ છે તેનો મહિમા છે. વાત એવી બની છે કે એક કેદીને દસ વર્ષની સજા થઈ હતી. આજે એ પૂરી થવામાં હતી. આવતી કાલે એ જેલમાંથી છૂટવાનો છે. જેલર સાહેબ ભલા હતા. અહીંયાથી સજા પૂરી કરીને જનાર કેદીને સારા બનવાની શીખામણ આપતાં. આ કેદીને પણ પોતાની ઑફિસમાં બોલાવી, બેસાડીને સમજાવતા હતા કે, “તું હવે પછી એક સજ્જન બની જીવન જીવજે. ફરીથી ગુના કરી ગુનેગાર બની અહીંયા આવવું ન પડે એવો થજે.' આવી વાતો એને ખૂબ પ્રેમથી કહી સંભળાવતા હતા. આવું સાંભળી બીજો એક નિરાશાવાદી જેલર કહે છેઃ “આ કાગડા પર ચૂનો ચોપડવાના બંધ કરો. આમાં કાંઈ જ ફાયદો નથી.' મીઠી વાણીમાં જેલર સાહેબ કહે છે: “આ કાંઈ ચૂનો ચોપડવાની વાત નથી. આ કાગડો નથી. આ તો હંસ છે હંસ! તેની પાંખ પર ખૂબ ધૂળ ચોંટી છે તે હું કપડાં વડે ઝાપટું છું. હંસ આખો ધૂળથી ઢંકાઈ ગયો છે. ધૂળ નીકળી જશે એટલે એ ઉજળો દેખાશે.” ચૂનો ચોપડ્યો એ એક નિમ્ન દષ્ટિ છે. અને ધૂળ ચડી છે તેને ઝાપટવાથી ઉજળામણ આવે તે એક ઉચ્ચ દષ્ટિ છે. આપણે એવા ઉચ્ચ દષ્ટિ સંપન્ન બનવાનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005636
Book TitleChellu Panu
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy