SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ -- છેલ્લું પાનું. GIોસો – દવાનો કે આનો ? વિકાસના માર્ગે આપણે હરણફાળ ભરી રહ્યા છીએ, એવું આજે ગાઈ વગાડીને કહેવામાં આવે છે. પરિણામ તપાસતાં તેનાથી વિપરીત પરિસ્થિતિ માલુમ પડે છે. સંવેદનશીલતા એ હૃદયનો ધર્મ છે. તેને આડે બુદ્ધિનો પથ્થર એવો નડે છે કે તેના સંસર્ગથી સંવેદનશીલતા બુટ્ટી થતી જાય અને ક્રમશઃ હણાતી જાય તેવું પણ બને. સંવેદનશીલતા સતેજ હોય તો સૂક્ષ્મની સક્રિયતાનો અનુભવ થયા વિના ન રહે. કેટલાક મહાનુભવોમાં સૂક્ષ્મની અમર્યાદિત શક્તિનો પૂરો ભરોસો જોવા મળે છે. આપણે પણ એને સરવા કાને સાંભળવાનો પ્રયત્ન કરીએ, તો આપણને ય સંભળાય! દવા-ઔષધ એ સ્થૂળ છે. આદશ્ય આંખથી દેખાય છે અને તેની અસરકારકતા પણ છે; જ્યારે દુઆ એ સૂક્ષ્મ છે. એ એકમનોભાવ છે. એ અનુભવસ્વરૂપ છે. દુઆની અસરકારકતા ઘણી વધારે છે, ઘણી ઝડપી છે. દુઆના પ્રસંગો તમારા જાણવામાં, સાંભળવામાં આવ્યા હશે. તેના પર મનન કરશો તો, ચૈતન્યનો એક અંશ સક્રિય બને છે, તેનું આશ્ચર્યકારક એવું ફળ મળે છે, તે તમને સમજાયા વિના નહીં રહે. દુનિયાદારીના કારોબારમાં જેને અશક્ય એવું લેબલ લગાડવામાં આવ્યું છે તેવાં કામ કુદરતના કારોબારમાં શક્ય બની ગયાં છે. તેથી આપણે સ્થૂળથી પણ વધુ ભરોસો સૂમનો કેળવીએ અને તેનાં મીઠાં ફળ પામીએ? હવે એક પ્રસંગ જોઈએઃ વાત છે ભાવનગરના મહારાજા ભાવસિંહજીની. તેઓ કોઈ કામ પ્રસંગે ધરમપુર સ્ટેટના મહેમાન થયેલા. ત્યાં, ઘોડા પર બેસીને બહાર પધાર્યા હતા અને ઘોડા પરથી પડી ગયા બેભાન થઈ ગયા. આ સમાચાર ભાવનગર પહોંચ્યા કે તરત જ દિવાન શ્રી પ્રભાશંકર પટ્ટણી તાબડતોબ ધરમપુર જવા રવાના થયા. સાથે રૂપિયા ત્રણ હજાર રોકડા પણ લીધા. ધરમપુર પહોંચી પટ્ટણીજીએ પહેલું કામ કર્યું, બે હજાર રૂપીયા દાન માટે જુદા રાખ્યા અને રસ્તે જે કોઈ સંન્યાસી-બાવા-ફકીર-ગરીબ-ગુરબાં મળે તેને છૂટે હાથે દાન દેવા માંડ્યું અને મહારાજ માટે દુઆ માંગી. એમ કરતાં તેઓ દરબારગઢની નજીક પહોંચ્યા. ત્યાં એક ઓટલા પર એક ફકીર બેઠા હતા. આંખે અખમ લાગ્યા. તેમની પાસે જઈ તેમના હાથમાં રૂપિયા મૂકવા માંડ્યાં. ફકીર કહે: ‘મારે ન જોઈએ.” દિવાન પટ્ટણીજીએ કહ્યું કે, “ભલે, આપના હાથે બીજાને આપજો, પણ લ્યો.' આજુબાજુ ભેગાં થયેલાને રૂપિયાની ખેરાત કરી અને છેલ્લે એક રૂપિયો પોતે રાખ્યો. પટ્ટણીજીએ દુઆ માંગી. સર પ્રભાશંકર પટ્ટણી દરબારગઢમાં ગયા. ત્યાં વાતાવરણ ગંભીર હતું. મહારાજા સાહેબ - સૂનમૂન બેભાન પડ્યા હતા. ચિંતિત વૈદ્યો ઉપચાર કરી રહ્યા હતા. પટ્ટણીજી મહારાજ નજીક જઈ, શાંત ચિત્તે આંખ મીંચી, જરા વાર બેઠા. મનોમન પેલા ફકીરને યાદ કરીને મહારાજને માથે હાથ ફેરવ્યો.મહારાજ હળવે-હળવે ભાનમાં આવ્યા. સૌ અવાક થઈ આ ચમત્કાર જોઈ આશ્ચર્ય પામ્યા! આ ચમત્કાર દુઆનો હતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005636
Book TitleChellu Panu
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy