SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જાકો શખે સાંઈયા... વાત નાની છે. પણ ક્યારેક જ બનતી જોવા મળે તેવી છે. કુદરત સ્વયં જેનું રખોપું કરે તેવું વ્યક્તિત્વ પૂજ્ય આચાર્યશ્રી નેમિસૂરિ મહારાજનું હતું. કુદરત તેમને સાનુકૂળ થઈને રહેતી હતી તે દર્શાવતા અનેક પ્રસંગોમાંથી એક પ્રસંગ જોઈએ. તેઓ પોતાનું જીવન અન્યને માટે જીવતા હતા એ આ પ્રસંગો પરથી જણાઈ આવે છે. આ ભાવ કવિ બોટાદકરની આ પંક્તિમાં સુપેરે રજુ થયો છે ઃ અર્પી જીવન વિશ્વને, કૃતગતિ જે એતદર્થે કરે, ઇચ્છા માત્રથી અત્તરાય સઘળાં તે વીર કાં ન તરે ! ૧૭ -- છેલ્લું પાનું પૂજ્યશ્રી અમદાવાદ હતા ત્યારે આર્દ્રા નક્ષત્ર ચાલી રહ્યું હતું. આર્દ્રના છેલ્લા તેર દિવસ બાકી હતા. ચોમાસું બોટાદમાં નક્કી થયું હતું. બોટાદ જવા વિહારને રસ્તે, કોઠ-ગુંદી થઈને પૂજ્યશ્રી ફેદરા પધાર્યા. ફેદરાથી ખડોળ લાંબું થાય. ભાલનો પ્રદેશ સાવ વેરાન. સાંજે થોડો વિહાર કરી વચ્ચે સંથારો કરી, વળતે બીજે દિવસે ખડોળ પહોંચવું એમ નક્કી ઠરાવ્યું. જ્યાં રાત્રી મુકામ કર્યો ત્યાં કોઈ ગામ-સીમ ન હતા એટલે પાંચ પીપળા કહેવાય એવી જગ્યાએ તંબૂ-રાવટી નાખીને સ્થાન ઊભું કરાવ્યું. સાથે સાત ઠાણા હતા. આજુબાજુના ખેડૂતોએ આવીને કહ્યું કે ઉનાળાની ગરમીના દિવસો છે એટલે વીંછીનો ઉપદ્રવ રહે છે. સંભાળજો. મહારાજ સાહેબે તંબૂ ફરતી પાળ કરાવી. સાધુઓને સૂચના કરી કે રાત્રે માત્રુ કરવા પણ આ પાળ ઓળંગવી નહીં. તે રાત્રે એક સાધુ મહારાજ પ્રમાદવશ બહાર ગયા, પાળ ઓળંગી ત્યાં જ વીંછીએ ડંખ દીધો. મહારાજ સાહેબે સહજ ઠપકો આપી, હળવેથી પ્રેમાળ હાથ ફેરવી વીંછીનો ડંખ ઉતાર્યો. વહેલી સવારે હજુ તો ઘેરો અંધકાર હતો. થોડી વારે, હાથની રેખાઓ માંડ દેખાય એટલું અજવાળું થતાં વિહારની તૈયારી કરવા કહ્યું. સાથેના માણસો કહે, રાત્રે વરસાદનું મોટું ઝાપટું આવ્યું જણાય છે. હજુ પણ ફર ફર ચાલુ છે. તંબૂ ફરતે પચાસ પચાસ ડગલાં દૂર વરસાદ અને તંબૂમાં પાણીનું એક પણ ટીપું નહીં ! તંબૂની અંદરનો ભાગ એકદમ કોરો કટ ! જોનારને આશ્ચર્ય થયું. કુદરત આ રીતે તેમનું રખોપું કરતી હતી. આ એમની સત્ત્વશીલ સાધુતાનો પ્રભાવ છે. આવું કેટલાંયે પ્રસંગોમાં બન્યું છે છતાં પોતે તો સાવ નિર્લેપ જ રહેતા ! આવા પુરુષના સ્મરણથી પણ આપણાં મનના મેલ, વિકાર અને વિભાવ ચાલ્યા જાય તેમાં આશ્ચર્ય નથી. જય હો, જય હો, જય હો આવી સાધુતાનો ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005636
Book TitleChellu Panu
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy