SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કેશવમ પ્રતિ ગરછતિ ?? કવિની આ પ્રકારની ઉદાર ધર્મદૃષ્ટિ અને વૃત્તિ બતાવતાં તેમના સમકાલીન ભક્ત-મિત્ર શ્રી. માણેકલાલ ઝવેરી (રાજજયંતી વ્યાખ્યાન, પા. ૩૫૬) કહે છે: “તેનું એક પદ, કે જેને વિષય શ્રીમાન્ રાજચંદ્રના શબ્દોમાં કહીએ તો, “જગતમાં ભિન્ન ભિન્ન મત અને દર્શન જોવામાં આવે છે તે દૃષ્ટિભેદ છે', – તે પદ આપની સમક્ષ મૂકું છું: ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દૃષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં વ્યાપ્યા માનો તેહ. તેહ તત્ત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ જે મૂળ, સ્વભાવની સિદ્ધિ કરે ધર્મ તે જ અનુકૂળ.' અર્થાત, તેઓને કહેવાનો આશય એ છે કે, આત્માનો વસ્તુત: સ્વભાવ જે દ્વારાએ સિદ્ધ થાય, તે જ ધર્મ પોતાને અથવા પિતાને અનુકૂળ છે એમ સમજવું.તેઓને મુખ્ય બોધ જ એ હવે કે, ધર્મમમત્વ એ આત્માને કર્મથી મુક્ત કરનારું સાધન નથી, પણ કર્મબંધનનું સાધન છે.” કવિશ્રીની આ પ્રકારની મૂળગામી ધર્મદૃષ્ટિ અને તલસ્પર્શી પહોંચ વિશે તેમણે પોતે (મુંબઈ બંદર, આસો વદ ૨, ગુરુ, ૧૯૪૪ રોજ) લખેલા એક પત્રમાં ઉત્તમ નિરૂપણ મળે છે. તે લખે છે – ...વીર સ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી સર્વ-સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં....આ કાળની અપેક્ષાઓ . . મન-વચન-કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરી, એ જ મોક્ષને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy