SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા ઇષ્ટદેવને શ્રદ્ધાભાવ તેને અંગત રૂપે સાધનાબળ પ્રેરી શકે છે. – મ.); પણ સામાન્ય સમુદાયને તે અમર્યાદિત હદ સહન કરવાની સહિષ્ણુતા રાખવાની પ્રકૃતિ હોતી નથી...શ્રીમાનના સંબંધમાં પણ આમ બનેલું મને તો લાગે છે.” આમ વિભૂતિ-પૂજાથી પંથ-સંપ્રદાયની લોકશ્રદ્ધા જન્મે છે; એ જ લોકમાનસ-પ્રક્રિયા મોટા ધર્મો પ્રત્યે પણ હોય છે, જેને લઈને ધર્મોને નામે સારાસારીની સરસાઈની તકરારો અને શાસ્ત્રાર્થો તેમ જ વિતંડાવાદ, – અરે જેહાદો સુધીનું – ચાલવું જોઈએ છીએ. જૈન તત્ત્વદર્શનાદિ વિષે શ્રીમદ્ ની શ્રદ્ધા ભક્તિમાં પણ એ પ્રકારનું પરિણામ તેમનાં શરૂનાં શાસ્ત્ર ભ્યાસકાળના વર્ષોમાં નીપજેવું લાગે છે. પરંતુ તેમાં કેવળ પાંડિત્યની તર્કભાષા નહોતી – સાધકની શ્રદ્ધાભક્તિ હતી; તે કારણે તે સ્વબુદ્ધિના પોતાના પ્રમાણુને છેવટનું કહે છે; એ વસ્તુ તેમની. પ્રતિભાની જ્ઞાની ભક્ત પ્રકૃતિ બતાવે છે. શેય શું છે, તે પરત્વે તેમની શાસ્ત્રાર્થ-અભ્યાસ-દૃષ્ટિ જે બંધાઈ હતી, તે મુખ્યત્વે જૈન દર્શનાનુસાર, હતી, અને તેને અપનાવીને તે પોતાની મોક્ષસાધનામાં લાગ્યા હતા, એટલો સાર એમાંથી આપણે લઈ શકીએ. જે તે કોઈ ધર્મ-સંપ્રદાયના આદિપુરુષના અવસાન બાદ, લોકઇતિહારમાં ખીલીને ચાલતા કોઈ પણ મહાન ધર્મમાં, કાળે કરીને (રૂઢિ અને પ્રતિષ્ઠાના અભિમાન પૂર્વક) અમુક જડતા આવીને, અનિષ્ટ: લાગે એવા રૂઢાચાર ૮૦ રૂપે સડો પેસે જ છે. માટે તો જે તે સંપ્રદાયો કે ધર્મોમાં પુનરુત્થાન કરનારા મહાપુરુષો પેદા થતા જ રહે છે. વૈષ્ણવ ધર્મમાં જ નહીં, જૈનધર્મમાં પણ, ૧૯મા સૈકામાં આવું વિપરિણામ જોવા મળતું જ હતું, – જેની સામે કવિશ્રીને જીવ ઊકળતો હતો; અને તે અંગે બને તો કાંઈક કરવાની તેમની મહેચ્છા હતી. પરંતુ, તે કામ. મહંતાઈ કે ગુરૂવાદી પંથ શરૂ કરવાનું કે ચલાવવાનું નથી; પણ સહજરૂપે સાધવાનું દયા-પરોપકાર-કાર્ય છે; અને એમ કરવાને માટે જાતે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy