SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ3 જૈનધર્મ સુધારણા જ વાક્ય તેમણે આ સંબંધે ટાંક્યું છે. ત્યાં સુધી તે, બીજી તરફ, આ “ઉદ્ધારક સ્વરૂપે” બહાર આવવાની પૂર્વતૈયારી રૂપે ભાવી શિષ્યગણ તૈયાર કરવાની ભાવના સેવીને ચાલતા હતા, એ પણ શ્રી. ચત્રભુજને આ કાળે લખેલા પત્રોમાંથી જોઈ શકાય છે. પછી આ વસ્તુને અંગે આગળ શું થયું – કવિશ્રીએ શું કર્યું, તે જાણવાની ઇચ્છા સહેજે વાચકને થશે. જેને આધારે આ વિષે ઝાઝું કહી શકાય એવી સામગ્રી (અત્યાર સુધીના અભ્યાસમાં) ઓછી જોવા મળી છે. કોઈ ખંતીલા સંશોધકે આ કામ લેવા જેવું ખરું. છતાં, એક બે બાબતે એ વિષે લાગે છે તે જણાવું: રાયચંદભાઈની સહજ આજન્મ પ્રતિભા તેમની કુશાગ્ર બુદ્ધિ અને હેરત પમાડે એવી સ્મૃતિ કે અવધાન-શક્તિ હતી. આથી જ તે નાની ઉંમરમાં પણ અનેકધર્મી વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ અદભુત ત્વરાથી કરી શક્યા. એટલું જ નહિ, તેના દહન રૂપે, પોતાની સ્વતંત્ર ભાષામાં તેનો સાર મૌલિક ઢબે આપતા ગ્રંથો તેમણે લખ્યા; અને આ ગ્રંથો તેમણે સમાજના વ્યાપક લોકશિક્ષણને સાધવાની પ્રચારભાવનાથી – પરોપકારબુદ્ધિથી રચ્યા હતા. પોતાના આત્માર્થે જે શાસ્ત્ર-અભ્યાસ કરતા ગયા, તેને સર અન્ય સૌને તે પરગજુ પુરુષ લખીને કહેતા પણ ગયા. તેમનું ગ્રંથ-લેખન-કાર્ય આ રીતે પણ જોવા જેવું છે. તેમાં તેમની પેલી સુધારક વૃત્તિનો ભાવ રહેલો હતો. આ બાબતમાં “રાજબોધ'ના સંપાદક અને કવિનાં સમકાલીન શિષ્ય-મિત્ર સમા શ્રી. મૈશેરી તેમની ઉપર ટાંકેલી) ચોપડીના પ્રારંભે કવિની ટુંકી જીવનકથા આલેખે છે, તેમાંથી નીચેનું ઉતાર્યું છે: છૂટી છવાયી કવિતા સિવાય તેમણે કેટલાંક પુસ્તકો લખ્યાં છે. તેમની “મોક્ષમા” ક્યારની પ્રસિદ્ધિ પામી ગઈ છે; આ ગ્રંથ જૈન ધર્મની કૂંચી સમાન છે. આ તેમણે ૧૭ વર્ષની વયે રચ્યો હતો. તેમના અપ્રસિદ્ધ ગ્રંથો (આ લખાણ ઈ.સ. ૧૯૦૯નું હોઈ, ત્યારે તે અપ્રસિદ્ધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy