SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ નવધર્મપ્રવર્તનને મનોરથ અહીં આપણને અત્યારની આપણી દેશ-સ્થિતિ અને નેતાગીરીને જે રોગ ફેલાયો છે તે યાદ આવશે. વ્યાખ્યાનકારે તેની માર્મિક ટકોર કરી જ છે; પરંતુ, ખાસ તો અહીં ગાંધીજીની પ્રતિભા અને સાધના યાદ આવે છે. તે પણ જેવા હોઈએ તેવા દેખાવું, એવી આરસી જેવી રહેણી-કરણી અને જીવનચર્યાના, એમના આદરણીય રાયચંદભાઈ જેવા જ, અઠંગ સેવક હતા. પરંતુ પ્રકૃતિએ તે સુધારક હતા, સત્યના પ્રયોગકાર હતા; અને તે અંગે કહેતા કે, પ્રચારનું કામ મેં એક જ રીતે કરી જાણ્યું છે: આચારથી અને આચારની જોડે જિજ્ઞાસુ સાથે વાર્તાલાપથી.” (તે ઉપરાંત લખાણ, પત્રકારી ઇ, પણ અહીં સમજી લેવું ઘટે.) એમણે જીવનમાં જાહેર સેવાનો રાહ લઈ, તેમાં અધ્યાત્મ-સાધના જોઈ, જાણી, અને અનુસરી. તે સાધના કરવાને માટે જ પોતાની સત્ત્વસંશુદ્ધિનો આત્મયોગ સતત સાધતા જતા; એમ પોતે કરતા ને જેઓ સાથે થવા માગે તેમને સાથે લઈને જીવનચર્યા ઘડતા અને ખીલવતા. એમ કરતાં તેમણે એમની જીવન-વ્રત-માળા શોધી, જાતે અમલમાં આણીને સંશુદ્ધ કરી, – એક પ્રકારને સત્ય-અહિંસા-વ્યવહાર-યોગ જ પ્રયોજ્યો. શ્રીમદ્ભી પ્રતિભા, આની તુલનામાં જોતાં, જુદી જણાયા વિના નથી રહેતી. અધ્યાત્મયોગની પરિભાષામાં આ ભેદને ટૂંકમાં -કહીએ તો, શ્રીમદ સાંખ્યયોગની જ્ઞાનનિષ્ઠા ધરાવતા હતા; ગાંધીજી કર્મયોગની સત્ય-પ્રયોગ-નિષ્ઠા ધરાવતા ભક્ત જીવનયોગી હતા. જોકે, આ ફરક તત્વત: મૌલિક નથી, એમ પણ અધ્યાત્મવિદ્યા કહે છે; બંનેને એક સમજે તે ખરું સમજ્યો છે. (જુઓ ગીતા, અ૦ ૫.૧ થી ૫) છતાં બાહ્યત: જોતાં, સાધનાનો પ્રકાર નોખો પડતો દેખાય. શ્રીમદ્દન સાધનાપ્રકાર અવ્યક્તોપાસક હતો; તેની દૃષ્ટિએ ગાંધીજી વ્યકતપાસક (ગીતાની પરિભાષામાં) કહી શકાય.* અને એમાં અવ્યકતોપાસક ગતિ મેળવવી * આ ભેદનું નિરૂપણ ગીતાકાર અ. ૧૨માં ગ્લૅ. ૧ થી ૧૫ માં કરે ' છે, તે જેવું આના અભ્યાસીને રસપ્રદ લાગશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy