SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર જ્ઞાની ભકતની પ્રતિભા જેવો છે, તે વિશેના વિચારો – તે પ્રકારનું તેમનું વ્યવહાર-શુદ્ધિ-દર્શન આ તેમના પ્રબંધમાં અનાયાસે ઊતર્યું ગણાય. '' અને આ લખાણો તેમણે કેટલી ત્વરાથી કર્યા હતાં! તે બતાવે છે કે, તેમણે જે બધું જોયું તેને સતત પોતાના અંતરમાં ઘૂંટયા જ કર્યું, અને તેના પરિપાક રૂપે તેને નિચોડ, – તેમની અસાધારણ અવધાન-શક્તિના બળે કરીને, – ધોધમાર શબ્દબદ્ધ થયો. એટલે, તેમની આ ત્રણ કૃતિઓ, તેમના જીવનનાં આ મહત્ત્વનાં પરિવર્તક વર્ષોને સમજવા માટે, ખૂબ મદદરૂપ બની શકે. તેમને બહિરંગ રૂપે જોઈએ તે તે બતાવે છે કે, કવિશ્રીના અંતરમાં આ કાળે, પિતાના આગળના જીવનમાર્ગને માટે, જૈન નવધર્મપરિવર્તનને મને રથ ઘડાયો, અને તેની સફળતા માટેનાં પગલાં તે આયોજવા લાગ્યા; અને અંતરંગ રૂપે જોઈએ તે, કવિ આ મહાકાર્યને માટે પોતાના જીવનને ઘડીને તેને સફળ કરવા લાયક બનવાને માટેની આત્મસાધનામાં લાગે છે. નાનપણમાં વિવિધ પ્રકારની મહાકાંક્ષા ભરેલા મરથે ફૂટતા, તેમને ત્યારની નાદાન ઉમરના કુદરતી ઉછાળા તેમણે ગણાવ્યા છે. પરંતુ તેમાં એક મર્મ નિગૂઢ હતો, તે એ કે, તેમાંથી એ જુવાનનું હોનહારપણું જણાઈ આવતું હતું : એ કાચી ઉંમરના ઉછાળાની અંદર એક એવી ઊર્મિનો આવેશ સંતાઈ રહેલ હતો, કે જે પછીનાં જીવનવિધાયક ચિંતન-મનન તથા સ્વાધ્યાય-પ્રવચનાદિના તપ દ્વારા આકાર પામીને જીવન ઘડતો હતો. - ઉપર જોયા તે ગ્રંથ, રાયચંદભાઈના જીવનની પુખ્ત વયે, આ પ્રક્રિયા જે પાંચ-સાત વર્ષોમાં થઈ, તેનું સ્વરૂપ સમજાવી શકે એવા – તે પ્રક્રિયાની દિશા અને પ્રરૂપણા બતાવનારા ગણાય. ટૂંકમાં કહીએ તે, આ કાળે રાયચંદભાઈ પોતાને માટે અમુક પ્રકારની જીવનનિષ્ઠા સંશુદ્ધ કરી લે છે અને તે નિષ્ઠાના દર્યા અને તેના પ્રેરણાબળથી લગ્નજીવનને “ બીજો ભવ” અંગીકાર કરે છે, અને તેમાં દૃઢતાથી પગલાં માંડતા આત્મસાધનામાં આગળ વધે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy