SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ -૨૫૪ જ્ઞાની ભકતની પ્રતિભા છું........ દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજમાં આવતું નહોતું. પણ આઠ દિવસ થયાં આપની કૃપાથી - અનુભવગેચરથી (તે બને) બેફટ જુદા દેખાય છે અને રાતદિવસ આ ચૈતન્ય અને આ દેહ જુદા એમ આપની કૃપાદૃષ્ટિથી સહજ થઈ ગયું છે. એ આપને સહજ જણાવવા લખ્યું છે. વગર ભયે, • વગર, શાસ્ત્ર વાગ્યે, થોડા વખતમાં આપના બોધથી અરથ વગેરેનો ઘણો ખુલાસે થઈ ગયો છે.... જે ખુલાસો પચીસ વર્ષે થાય એવો - નહોતે, તે થોડા વખતમાં આપની કૃપાથી થયે છે.” શ્રી. સેભાગ્યભાઈનો દેહ સં. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ને દિવસે છૂટયો હતો. તેમના વિષે લખતાં શ્રી. રાજચંદ્ર જણાવે છે: “આ ક્ષેત્રે, આ કાળમાં શ્રી. સભાગ્ય જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે.... શ્રી. સૌભાગ્યની સરળતા, પરમાર્થ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે પરમ ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવાને યોગ્ય છે. ... અનાદિથી દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દૃઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે.... શ્રી. સેભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચળ અરાંગતાથી નિજઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.” શ્રી. રાજચંદ્રને શ્રી. સેભાગ્યભાઈ ઉપર ઘણો સદ્ભાવ હતો. તેથી બીજા મુમુક્ષુઓને કંઈ શ્રી. રાજચંદ્રને કહેવું હોય તે વવૃદ્ધ શ્રી. સોભાગ્યભાઈ દ્વારા વિનંતિ કરાવતા અને તે પણ સરળ ભાવે દરેકની વાત રજૂ કરતા. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” લખવાની પ્રેરણા પણ શ્રી. સોભાગ્યભાઈએ કરેલી, એ વાત આગળ આવશે. શ્રી. રાજ- ચંદ્ર પોતાની ઉપકારનોંધમાં જિન વીતરાગને તથા કુંદકુંદાદિ આચાર્યોને સંબોધી, તેમણે પિતા ઉપર કરેલા અનુપમ અનંત ઉપકારની નોંધ કરી, અંતે શ્રી. સોભાગ્યભાઈને આ પ્રમાણે સંબોધે છે: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy