SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિમાગ ૨૪૫ અને એ કાવ્ય વિષે તે પછી મહિનાઓ સુધી ભાગચંદ જોડે ચર્ચાવિચારણા ચાલેલી તે પત્રોમાં મળે છે. આ કાવ્યની કડીઓ નીચેની છે: “જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે; જંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે. આતમ ધ્યાન કરે જો કોઉ, સે ફિર ઇણમે નાવે; વાક્યજાળ બીજું સૌ જાણે, એહ તત્ત્વ ચિત ચાવે.” એમાંની, કીટ-ભ્રમર-ન્યાયે ધ્યાનનો મહિમા બતાવતી પહેલી બે કડી અંગે સમજૂતી આપતી નોંધ (મુંબઈ, શ્રાવણ સુદ, ૧૯૪૮ આંક ૩૮૭) છે કે: જીવને સ્વ સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે, તે જ્ઞાની થાય છે – ક્રમે કરી જ્ઞાની થાય છે.” આનંદઘનજીએ એક સ્થળે એમ કહ્યું છે કે, – (એ પછી પેલી બે કડી ઉતારીને, તેનો અર્થ સમજાવતાં આગળ કહે છે:-) ... જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કોઈ જિનને એટલે કેવલ્યજ્ઞાનીને – વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઇયળનું પ્રત્યક્ષ સમજાય એવું દૃષ્ટાન આપ્યું છે. “અમને પણ અટો ઉપાધિ જોગ વર્તે છે; અન્યભાવને વિષે જોકે આત્મભાવ ઉત્પન્ન થતો નથી, અને એ જ મુખ્ય સમાધિ છે.” આ પછીને પત્ર “મુંબઈ, શ્રાવણ સુદ ૪, બુધ, ૧૯૪૮’ (આંક ૩૮૮) છે તેમાં લખ્યું છે, “જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, એમ શ્રીકૃષ્ણ (ગીતા અ) ૨-૬૯) કહે છે.” તે પછી મુંબઈ, શ્રાવણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ “આત્મરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે” લખે છે તેમાં વળી બીજી વિશેષ કડીઓ નોંધી મોકલી છે: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy