SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનીના માર્ગના વિચાર : ૨૩૫. આમ જણાવીને તે વ્યાખ્યાતા આગળ તેમના વક્તવ્યમાં આવા નિર્વાસનિક પ્રકારની જીવન-રીતિ વિષેનું અધ્યાત્મ-નિરૂપણ કરી બતાવતાં, કહે છે: 1 “ પ્રારબ્ધ કર્મ ક્ષીણ થયા વિના વ્યવહાર નિવૃત્ત થતા નથી. માટે પ્રારબ્ધ-કર્મ – ઉદય-કર્મના ક્ષય માટે જ જીવન વહન કરવું જ જોઈએ, એ તેમનું પ્રધાન લક્ષ્ય હતું. નીચેનાં તેમનાં વાકયો (જુ શ્રી,૧ - ૪૪૩) તેમના જીવન-નિર્વાહના હેતુ સ્પષ્ટ કરે છે: 66 6 • આટલી વાતને નિશ્ચય રાખવા યોગ્ય છે કે, જ્ઞાની પુરુષને પણ પ્રારબ્ધ-કર્મ ભાગવ્યા વિના નિવૃત્ત થતાં નથી અને અભાગવ્યે નિવૃત્ત થવાને વિષે જ્ઞાનીને કંઈ ઇચ્છા નથી. જ્ઞાની સિવાય બીજા. જીવને પણ એવાં કેટલાંક કર્મ છે, કે જે ભાગવ્યે જ નિવૃત્ત થાય; અર્થાત્ તે પ્રારબ્ધ જેવાં હોય છે; તથાપિ ભેદ એટલેા છે કે, જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભવિષ્ય સંસારના હેતુ છે; માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધના એવા નિરધાર નથી કે, તે નિવૃત્તિ રૂપે જ ઉદય આવે. જેમ શ્રીકૃષ્ણાદિક જ્ઞાની પુરુષ, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં શાનદશા હતી;. જેમ ગૃહ-અવસ્થામાં શ્રી. તીર્થંકરને પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભાગવ્યાથી સંભવે છે. કેટલીક પ્રારબ્ધ-સ્થિતિ એવી છે, કે જે જ્ઞાની. પુરુષને વિષે તેના સ્વરૂપને માટે જીવાને અંદેશાના હેતુ થાય; અને તે માટે જ્ઞાની પુરુષો ઘણું કરીને જડ-મૌન-દા રાખી પેાતાનું જ્ઞાનીપણું અસ્પષ્ટ રાખે છે. તથાપિ પ્રારબ્ધ-વશાત્ તે દશા કોઈને સ્પષ્ટ જણવામાં આવે, તે પછી તે જ્ઞાની પુરુષનું વિચિત્ર પ્રારબ્ધ તેને અંદેશાના હેતુ. .. થતા નથી. “ ટૂંકમાં, ભવિષ્ય-સંસારના હેતુ વિના પૂર્વપાર્જિત પ્રારબ્ધના ક્ષાર્થે જીવન વહન કરવું, એ જ તેમના ઉદ્દેશ હતા. અને જ્યાં ઉદ્દેશ જ આવે છે ત્યાં પછી તે સંસાર-વ્યવહારની વચ્ચે ઊભા રહે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy